Video : આખું સ્ટેડિયમ જોતું રહી ગયું, ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ અનુષ્કાએ વિરાટ કોહલીને આપ્યું વિક્ટરી હગ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં વિજય પછી વિરાટ કોહલીને વિક્ટરી હગ મળ્યું, પત્ની અનુષ્કાએ તેના ચેમ્પિયન પતિ પર આ રીતે પ્રેમ વરસાવ્યો જેનો વીડિયો વાયરલ થાય રહ્યો છે.

Video : આખું સ્ટેડિયમ જોતું રહી ગયું, ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ અનુષ્કાએ વિરાટ કોહલીને આપ્યું વિક્ટરી હગ
| Updated on: Mar 10, 2025 | 6:59 AM

ટીમ ઈન્ડિયાએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. મેચમાં ટીમ ઈન્ડિયા સામે પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે 251 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની આ જીત બાદ ખેલાડીઓએ ઉજવણીનો ધમધમાટ મચાવ્યો. આ સમય દરમિયાન, ભારતીય ટીમના ડેશિંગ ખેલાડી વિરાટ કોહલીનું એક અલગ જ પાસું જોવા મળ્યું.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટથી શાનદાર જીત મેળવી. આ રીતે, ટીમ ઈન્ડિયાએ 2013 પછી ફરી એકવાર આ ખિતાબ જીત્યો. મેચ પછી, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિજયની ઉજવણીમાં ડૂબી ગયા. આ દરમિયાન ભારતના ડેશિંગ ખેલાડી વિરાટ કોહલીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. મેચ પૂરી થતાં જ વિરાટે સૌથી પહેલા તેની પત્ની અનુષ્કા શર્માને મળી અને તેને ગળે લગાવી.

ન્યૂઝીલેન્ડ સામે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ, વિરાટ કોહલી પહેલી વાર તેની પત્ની અનુષ્કા શર્માને મળ્યો. અનુષ્કાએ વિરાટને મળતાની સાથે જ તેને ગળે લગાવી દીધો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જોવા માટે અનુષ્કા શર્મા દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી હતી. મેચ પછી જ્યારે અનુષ્કા વિરાટને મળી ત્યારે તેના પતિએ તેને પાણી આપ્યું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચમાં વિરાટ કોહલી બેટિંગમાં કંઈ ખાસ બતાવી શક્યો નહીં. ફાઇનલ મેચમાં, વિરાટે ફક્ત 2 બોલનો સામનો કર્યો હતો જેમાં તે એક રન બનાવીને આઉટ થયો હતો.

અંતિમ મેચમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ રમવાની અપેક્ષા હતી, પરંતુ તે ફક્ત 1 રન બનાવીને આઉટ થઈ ગયો. અનુષ્કા આઉટ થતાં જ તેનો ચહેરો ફિક્કો પડી ગયો, પણ જીત પછી તે એ દુ:ખ ભૂલી ગઈ.