
ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને લઈને ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મેચને લઈને પાકિસ્તાની ટીમ તરફથી ઘણું નાટક જોવા મળ્યું હતું, જેમાં પહેલા તેમણે આ મેચનો બહિષ્કાર (બાયકોટ) કરવાની જાહેરાત કરી હતી પરંતુ આઈસીસી (ICC) તરફથી ઠપકો મળ્યા બાદ તેઓ રમવા માટે તૈયાર થઈ ગયા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી, જેને જોવા માટે PCB ચીફ મોહસિન નકવી પણ કોલંબો પહોંચ્યા હતા. જો કે, મેચ દરમિયાન જેવી પાકિસ્તાની ટીમે ઈન્ડિયા સામે ઘૂંટણ ટેકવવાનું શરૂ કર્યું, તેની સાથે જ ‘ટ્રોફી ચોર’ નકવી મેદાનમાંથી ચોરની જેમ દબાયેલા પગે ભાગી ગયા હતા.
VIDEO | ICC Men’s T20 World Cup, 2026: PCB chief Mohsin Naqvi leaves R. Premadasa International Stadium. #INDvsPAK
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/QXbYcjFUCN
— Press Trust of India (@PTI_News) February 15, 2026
ભારતીય ટીમે પાકિસ્તાન વિરુદ્ધ આ મુકાબલામાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 176 રન બનાવ્યા હતા, જેમાં ઈશાન કિશનની 77 રનની ઇનિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ, ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે પ્રથમ 2 ઓવરમાં જ પોતાની શરૂઆતની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે તેમના માટે આ મેચ બચાવવી મુશ્કેલ બની ગઈ હતી.
પાકિસ્તાની ઇનિંગની 12મી ઓવરના ચોથા બોલ પર જ્યારે કુલદીપ યાદવે મોહમ્મદ નવાઝને પેવેલિયન ભેગો કર્યો, ત્યારે જ PCB ચીફ મોહસિન નકવી પણ સ્ટેડિયમમાંથી ‘રફુચક્કર’ થઈ ગયા હતા. ન્યૂઝ એજન્સીએ નકવીનો સ્ટેડિયમમાંથી કારમાં બેસીને ભાગતા હોવાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જ્યાં તેઓ મેચ પૂરી થાય તે પહેલા જ ચુપચાપ નીકળી ગયા હતા.
ટીમ ઈન્ડિયા સામેની આ મેચમાં પાકિસ્તાની ટીમને મળેલી 61 રનની હારને કારણે તેમના નેટ રન-રેટ પર સૌથી વધુ અસર જોવા મળી છે. ભારતીય ટીમે જીત મેળવવાની સાથે સુપર-8માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, જ્યારે પાકિસ્તાનની ટીમ હવે ગ્રુપ-એના પોઈન્ટ ટેબલમાં સીધી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.
બીજા નંબર પર યુએસએની ટીમ છે, જેના પણ ચાર પોઈન્ટ છે પરંતુ યુએસએનો નેટ રન-રેટ પાકિસ્તાન કરતા ઘણો સારો છે. આવી સ્થિતિમાં, જો પાકિસ્તાની ટીમ નામિબિયા સામેની તેની આગામી મેચમાં હારનો સામનો કરે છે, તો તેમની સફર ગ્રુપ સ્ટેજથી જ ખતમ થઈ જશે.