IPL 2023: 22 વર્ષના રવિ બિશ્નોઈએ ફિલ્ડીંગમાં દેખાડી સ્ફૂર્તિ, ફિલ્ડીંગ જોઇને બધા ચોંકી ગયા, જુઓ Video

યુવા બોલર રવિ બિશ્નોઇએ પંજાબ કિંગ્સ સામે શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 41 રન પણ આપ્યા હતા. શાનદાર બોલિંગ સાથે બિશ્નોઇની ખતરનાક ફિલ્ડીંગ પણ જોવા મળી હતી જ્યારે તેણે પોઇન્ટ પર ફિલ્ડીંગમાં ફોર જતા અટકાવી હતી.

IPL 2023: 22 વર્ષના રવિ બિશ્નોઈએ ફિલ્ડીંગમાં દેખાડી સ્ફૂર્તિ, ફિલ્ડીંગ જોઇને બધા ચોંકી ગયા, જુઓ Video
Ravi Bishnoi splendid fielding effort
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 6:59 PM

આઇપીએલ 2023ની 38મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાઇ હતી જેમાં લખનૌ સુપર જાયન્ટસે 56 રનોથી શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં જાયન્ટસના બેટ્સમેનોએ શાનદાર બેટીંગ કરી હતી. લખનૌના બોલર પણ પાછળ રહ્યા ન હતા. તેમણે સારી બોલિંગ કરીને પંજાબને લક્ષ્ય સુધી પહોંચવામાં રોક્યો હતો. મેચ દરમિયાન રવિ બિશ્નોઇની શાદાર ફિલ્ડીંગ પણ જોવા મળી હતી. મેચમાં લખનૌની જીત થઇ હતી.

આ પણ વાંચો:  IPL 2023 : 22 છગ્ગા, 45 ચોગ્ગા, બન્યો મોટો રેકોર્ડ, સૌથી ફાસ્ટ કઇ ટીમે કર્યા છે 200 રન ?

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

રવિ બિશ્નોઇનો શાનદાર કેચ

15મી ઓવરની 5મી બોલ પર પંજાબનો લિયામ લિવિંગસ્ટોન બેટીંગ કરી રહ્યો હતો. બોલ આવેશ ખાનના હાથમાં હતી. જ્યારે આવેશ ખાને બોલિંગ કરી ત્યારે બેટ સાથે જોરદાર કનેક્શન થયું હતું અને બેટમાંથી જબરદસ્ત અવાજ પણ આવ્યો હતો. શોટ જોઇને તો ફોર નિશ્ચિત લાગી રહી હતી પણ પોઇન્ટ પર ફિલ્ડીંગ કરી રહેલા રવિ બિશ્નોઇના ફિલ્ડીંગ પ્રયાસને જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. રવિએ ડાઇવ કરીને બોલને કેચ કરવાનો પ્રયાસ કર્યો પણ તે કેચ કરવામં નિષ્ફળ રહ્યો હતો. જોકે તેનો પ્રયત્ન જબરદસ્ત હતો.

જુઓ કેચનો વીડિયો

આ પણ વાંચો : એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ: મેન્સ ડબલ્સ કેટેગરીમાં ચિરાગ-સાત્વિકની જોડીએ સેમિફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

રવિએ ઝડપી બે વિકેટ

રવિ બિશ્નોઇએ પંજાબ કિંગ્સ સામે 2 વિકેટ પણ ઝડપી હતી. તેણે બોલિંગમાં તેની એવરેજ કરતા વધુ રન આપ્યા હતા. રવિએ તેના 4 ઓવરના સ્પેલમાં 41 રન આપ્યા હતા. પણ રવિએ જે બેટ્સમેનની વિકેટ ઝડપી હતી તે અત્યંત મહત્વપૂર્ણ બેટ્સમેનની હતી. તેણે ઇનફોર્મ બેટ્સમેન અથર્વ તૈડે ની વિકેટ લીધી હતી અને લિયામ લિવિંગસ્ટોનને પણ આઉટ કર્યો હતો. બંને ખેલાડીઓ આ મેચમાં શાનદાર બેટિંગ કરી રહ્યા હતા.

મેચમાં લખનૌની જીત

લખનૌએ પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટ ગુમાવી 257 રન કર્યા હતા. લખનૌ તરફથી સ્ટોઇનિસે સૌથી વધુ 72 રન કર્યા હતા. રબાડાએ બે વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સે 19.5 ઓવરમાં 201 રન કર્યા હતા. ટીમ ઓલઆઉટ થઇ હતી. પંજાબ તરફથી અથર્વએ ફિફટી ફટકારી હતી. લખનૌ માટે નવીન ઉલ હકે 3 વિકેટ તો યશ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">