AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ: મેન્સ ડબલ્સ કેટેગરીમાં ચિરાગ-સાત્વિકની જોડીએ સેમિફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેન્સ ડબલ્સ કેટેગરીમાં ચિરાગ-સાત્વિકની જોડીએ સેમિફાઇનલમાં પહોંચીને 52 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન કર્યુ હતુ. ક્વાર્ટર ફાઇનલમાં સીધા સેટમાં 21-11, 21-12 થી ભારતીય જોડીએ જીત મેળવી હતી.

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ: મેન્સ ડબલ્સ કેટેગરીમાં ચિરાગ-સાત્વિકની જોડીએ સેમિફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ
Satwik Sairaj Rankireddy and Chirag Shetty reach semifinals of Asian Badminton Championship
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 1:40 PM
Share

ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેંકીરેડ્ડીની જોડીએ શુક્રવારે રાત્રે એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. આ જોડીએ 1971 બાદ ભારત માટે આ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં મેડલ પાકો કર્યો છે. આ પહેલા 1971માં દીપૂ ઘોષ અને રમન ઘોષની જોડીએ જકાર્તામાં ટુર્નામેન્ટની મેન્સ ડબલ્સનો બ્રોન્ઝ જીત્યો હતો. ભારતીય જોડી તેની સેમિફાઇનલ મેચ શનિવારે સાંજે લી-વાંગની જોડી સામે રમશે.

ઈન્ડોનેશિયાની જોડી સામે સીધા સેટમાં જીતી મેચ

દુબઇમાં ચાલી રહેલી પ્રતિયોગિતામાં ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના મોહમ્મદ અહસાન અને હેંડ્રા સેતિયાવાનની જોડીને સીધી ગેમમાં 21-11, 21-12 થી માત આપી હતી. બંને ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓએ સેમિફાઇનલમાં પ્રવેશ સાથે મેડલ પાકો કરી લીધો છે. બેડમિન્ટનની આ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં હાર મેળવનાર ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળતો હોય છે. એટલે જો ભારતીય જોડી સેમિફાઇનલમાં હારી જાઇ છે તો પણ બ્રોન્ઝ મેડલ સાથે ભારતીય જોડી પરત ફરશે. આજે શનિવારે સેમિફાઇનલમાં ભારતીય જોડી લી-વેંગની જોડી સામે રમશે.

સિંગલ્સ કેટેગરીમાં પીવી સિંધુ અને એચએસ પ્રણોય ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઇ ગયા હતા. મિક્સડ ડબલ્સ કેટેગરીમાં રોહન કપૂર અને સિક્કી રેડ્ડી પણ હારીને બહાર થઇ ગયા હતા.

પીવી સિંધુ 3 સેટમાં હારી

સિંધુએ પ્રથમ ગેમમાં 21-18 થી બાજી મારી હતી પણ આગામી બે સેટમાં તે સંપૂર્ણ રીતે આઉટ ઓફ ફોર્મ હતી. તે 5-21 9-21 સતત બે સેટમાં હારી ગઇ હતી અને યંગને સેમિફાઇનલમાં જગ્યા મળી હતી.

એચએસ પ્રણોય ઈજાગ્રસ્ત

વિશ્વ રેંકિંગમાં 8માં સ્થાન પર એચએસ પ્રણોય મેન્સ સિંગલ્સ કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કાંતા સુનેયામા સામે પોતાની મેચને વચ્ચેથી છોડીને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. પ્રણોય 11-21 9-13 થી મેચમાં પાછળ ચાલી રહ્યો હતો, જ્યારે તે ઇજાના કારણે રિટાયર થઇ ગયો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">