IPL 2023 : 22 છગ્ગા, 45 ચોગ્ગા, બન્યો મોટો રેકોર્ડ, સૌથી ફાસ્ટ કઇ ટીમે કર્યા છે 200 રન ?
Run Fest in PBKS vs LSG match : 28 એપ્રિલે લખનૌ અને પંજાબ વચ્ચે મેચ રમાઇ હતી. મોહાલી ખાતે આયોજિત આ મેચમાં 39.5 ઓવરની રમત થઇ, જેમાં 22 છગ્ગા અને 45 ચોગ્ગા સાથે કુલ 458 રન બન્યા હતા.
200 Plus Team Total : આઇપીએલ 2023 ની સીઝને બીજા હાફમાં એન્ટ્રી લીધી છે. 16મી સીઝનમાં પ્રથમ હાફમાં 35 મેચ બાદ બીજા હાફમાં બસ ત્રણ મેચ રમાઇ છે. પણ આ કુલ 38 મેચમાં એવા જબરદસ્ત રેકોર્ડ બન્યા છે જે આઇપીએલમાં ક્યારેય નથી બન્યા. આ સીઝનમાં અત્યાર સુધી 20 વખત 200 કે તેથી વધુ રન બન્યા છે, જે એક રેકોર્ડ છે.
આઇપીએલની 16મી સીઝન પહેલી એવી સીઝન બની ગઇ છે, જેમાં સૌથી વધુ 200 પ્લસ રન ટીમોએ બનાવ્યા છે. આ પહેલા આ રેકોર્ડ આઇપીએલની ગત સીઝન એટલે કે આઇપીએલ 2022ના નામે રહ્યો હતો. પણ આ વખતે સીઝન પૂર્ણ રીતે સમાપ્ત નથી થઇ અને આ રેકોર્ડ તૂટી ગયો છે.
22 છગ્ગા, 45 ચોગ્ગા, 200 રન અને મહારેકોર્ડ
આઇપીએલ 2022માં 18 વખત ટીમોએ 200 કે તેથી વધુ રન બનાવ્યા હતા. પણ આ વખતે આ આંકડો અડધી સીઝનના અંતે જ 20 નો થઇ ગયો છે. આ 20 માંથી 13 વખત ટીમો એ 200 પલ્સનો સ્કોર પ્રથમ બેટિંગ કરતા બનાવ્યો છે.
આઇપીએલ 2023 નો 19મો અને 20મો 200 પ્લસ રનનો ટોટલ એક જ મેચમાં બન્યો હતો. આ જોવા મળ્યું પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાયેલી મેચમાં. આ આઇપીએલ 2023ની 38મી મેચ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટસે 257 રન બનાવ્યા હતા. જ્યારે પંજાબે પછીથી બેટીંગ કરતા 201 રન બનાવ્યા હતા. એમ આ મેચમાં કુલ 39.5 ઓવરની રમતમાં બંને ટીમોએ મળીને 22 છગ્ગા, 45 ચોગ્ગા સાથે કુલ 458 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ: મેન્સ ડબલ્સ કેટેગરીમાં ચિરાગ-સાત્વિકની જોડીએ સેમિફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ
આરસીબીના નામે સૌથી ઝડપી 200 રન બનાવવાનો રેકોર્ડ
હવે વાત કરીએ આઇપીએલ 2023માં અત્યાર સુધી જે 20 વાર કમાલ થયો છે, તેમાં સૌથી ઝડપી 200 પ્લસનો સ્કોર કઇ ટીમે બનાવ્યા છે? તો આનો જવાબ છે લખનૌ સુપર જાયન્ટસ, જેણે પંજાબ કિંગ્સ સામેની મેચમાં 200 રન 15.5 ઓવરમાં પૂરા કર્યા હતા. આઇપીએલ 2023 માં આ સૌથી ઝડપી 200 રન છે. જ્યારે સંયુક્ત રીતે આઇપીએલ ઇતિહાસમાં આ બીજા સૌથી ઝડપી 200 રન છે. આ જ રીતે 2013માં આરસીબીએ 15.5 ઓવરમાં 200 રન કર્યા હતા. જ્યારે આનો રેકોર્ડ આરસીબીના નામે છે. આ રેકોર્ડ તેણે વર્ષ 2016માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાયેલ 15 ઓવરની મેચમાં કર્યો હતો. ત્યારે આરસીબીએ 14.1 ઓવરમાં 200 રન કર્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…