KL Rahul Injury Video: લખનઉના કેપ્ટનને ચાલુ મેચમાં અચાનક થવા લાગ્યો દુખાવો, જાણો મેદાનમાં અચાનક શું થયું?
કેએલ રાહુલનો દુખાવો જોઈ મેડિકલ ટીમ તેની પાસે પહોંચી હતી. કેએલ રાહુલ સ્ટ્રેચર પર ન ગયો પરંતુ તેણે પોતાના સાથી ખેલાડીઓની મદદથી બહાર જવું પડ્યું હતું. જો કેએલ રાહુલની આ ઈજા વધુ ગંભીર બનશે તો લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ રાહુલની ઈજા પર પણ નજર રાખશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં હાલમાં શાનદાર મેચો જોવા મળી રહી છે. કેપ્ટન કેએલ રાહુલના નેતૃત્વમાં હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આજે લખનઉ સુપર જાયન્ટ્સની હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી રહી છે. છેલ્લા પંજાબ કિંગ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર (257 રન) બનાવ્યા હતા. પરતું આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામેની મેચ દરમિયાન જે થયું તે લખનઉ સુપર જાયન્ટ્સની મુશ્કેલી વધારી શકે છે.
મેચની પ્રથમ ઈનિંગમાં બીજી જ ઓવરમાં કેએલ રાહુલ અચાનક મેદાન પર ઢળી પડયો હતો. બેંગ્લોર તરફથી વિરાટ કોહલી અને ડુ પ્લેસી ઓપનિંગ માટે આવ્યા હતા. અને ઓલરાઉન્ડર સ્ટોઈનીસ બોલિંગ કરી રહ્યો હતો. ઓવરની અંતિમ બોલ પર ડુ પ્લેસીએ કવર તરફ બાઉન્ડ્રી ફટકારી હતી. બાઉન્ડ્રી રોકવા માટે કેએલ રાહુલ દોડ્યો હતો, અચાનક તેને જમણા પગમાં દુખાવો થયો હતો.
દુખાવાને કારણે લખનઉના કેપ્ટને છોડ્યુ મેદાન
Kl rahul leave the ground.#LSGvsRCB pic.twitter.com/m3so2nn684
— Nilesh (@Nilesht2003) May 1, 2023
Wishing a speedy recovery to @klrahul
See you back on the field soon 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/2DPo7W2OuK
— IndianPremierLeague (@IPL) May 1, 2023
Hope KL Rahul is fine We want him in WTC final#LSGvsRCB #KLRahul pic.twitter.com/uvL4nMe0CM
— kohlibhakt (@Pavancool06J) May 1, 2023
કેએલ રાહુલનો દુખાવો જોઈ મેડિકલ ટીમ તેની પાસે પહોંચી હતી. કેએલ રાહુલ સ્ટ્રેચર પર ન ગયો પરંતુ તેણે પોતાના સાથી ખેલાડીઓની મદદથી બહાર જવું પડ્યું હતું. જો કેએલ રાહુલની આ ઈજા વધુ ગંભીર બનશે તો લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ રાહુલની ઈજા પર પણ નજર રાખશે.
બેંગ્લોરે જીત્યો હતો ટોસ
🚨 Toss Update 🚨@RCBTweets win the toss and elect to bat first against @LucknowIPL.
Follow the match ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/6t6Bs18AH8
— IndianPremierLeague (@IPL) May 1, 2023
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી બેંટિગ પસંદ કરી હતી, કેપ્ટન તરીકે ડુ પ્લેસીની વાપસી થઈ છે. છેલ્લી કેટલીક મેચમાં ડુ પ્લેસીના સ્થાને વિરાટ કોહલી કેપ્ટન તરીકે બેંગ્લોરની આગેવાની કરી રહ્યો હતો. જ્યારે ડુ પ્લેસી ઈમ્પેક્ટ પ્લેયર તરીકે માત્ર બેંટિગ માટે આવતો હતો. હવે ફરી ડુ પ્લેસી બેંગ્લોરની ટીમની આગેવાની કરતો જોવા મળશે.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઇ, વાનિન્દુ હસરાંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ
RCB ઈમ્પેક્ટ સબ્સ: હર્ષલ પટેલ, શાહબાઝ, વૈશક, બ્રેસવેલ અને સોનુ યાદવ.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, અમિત મિશ્રા, યશ ઠાકુર
LSG ઇમ્પેક્ટ સબ્સ: બદોની, ડેનિયલ સેમ્સ, અવેશ ખાન, ડી કોક, પ્રેરક માંકડ.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…