Viral Video : ‘બાર્બી ગર્લ’એ બેન સ્ટોક્સને જવાબ આપતા રોક્યો, ઈંગ્લેન્ડના કેપ્ટન સાથે પ્રેસ કોન્ફરન્સમાં થયુ આવુ કૃત્ય?
Ben Stokes Barbie Girl : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન પ્રેસ કોન્ફેરેન્સમાં હાજર રહી પત્રકારોના સવાલોના જવાબ આપવામાં પહોંચ્યો હતો. પણ પ્રેસ કોન્ફેરેન્સમાં કેપ્ટન બેન સ્ટોક્સને બદલે બાર્બી ગર્લ છવાઈ ગઈ હતી. જેના કારણે બેન સ્ટોક્સ (Ben Stokes) પત્રકારોના સવાલોના જવાબ આપી શક્યા ના હતા.
Ashes 2023 : ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં એશિઝની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આજે 27 જુલાઈથી બંને ટીમો વચ્ચે 5મી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાવાની શરુઆત થશે. આ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન પ્રેસ કોન્ફેરેન્સમાં હાજર રહી પત્રકારોના સવાલોના જવાબ આપવા પહોંચ્યો હતો. પણ પ્રેસ કોન્ફેરેન્સમાં કેપ્ટન બેન સ્ટોક્સને બદલે બાર્બી ગર્લ છવાઈ ગઈ હતી. જેના કારણે બેન સ્ટોક્સ (Ben Stokes) પત્રકારોના સવાલોના જવાબ આપી શક્યા ના હતા.
સ્ટોક્સ જ્યારે પ્રેસ કોન્ફેરેન્સમાં સવાલોના જવાબ આપવા તૈયાર થયો, ત્યારે જ તેની સાથે મજાક થઈ ગઈ હતી. પ્રેસ કોન્ફેરેન્સમાં પોતાની જગ્યા પર બેસીને બેન સ્ટોક્સ જ્યારે સવાલોના જવાબ આપવામાં તૈયાર થાય છે ત્યારે જ અચાનક મોટા અવાજે બાર્બી રગ્લ સોન્ગ શરુ થાય છે. આ સોન્ગ સાંભળીને તમામ પત્રકારો અને બેન સ્ટોક્સ હેરાન થઈ જાય છે અને હસવા લાગે છે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાનની મેચ નવરાત્રિ પર જ થશે તો ભારતની જીત નિશ્ચિત! જાણો 16 વર્ષનો ખાસ રેકોર્ડ
આ રહ્યો બેન સ્ટોક્સનોએ વાયરલ વીડિયો
🎙️ As Ben Stokes was sitting down for his pre-match press conference…
Mark Wood decided to hijack the microphone and have a bit of fun 😂
Barbie 1-0 Oppenheimer. #EnglandCricket | #Ashes pic.twitter.com/eXWeRhaEiK
— England Cricket (@englandcricket) July 26, 2023
આ પણ વાંચો : મલેશિયાના ક્રિકેટરે કર્યો કમાલ, T20માં આવું કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો, જુઓ Video
વીડિયોના અંતે જોવા મળે છે કે બેન સ્ટોક્સની ઉપર ગેલરીમાં ઊભા રહીને તેના ટીમનો ખેલાડી માર્ક વુડ હસી રહ્યો છે. સ્ટોક્સે જણાવ્યુ કે આ કામ માર્ક વુડનું જ છે. તેણે જ સ્ટોક્સની પ્રેસ કોન્ફેરેન્સમાં આ ફિલ્મી સોન્ગ વગાડ્યુ છે. જણાવી દઈએ કે બાર્બી ગર્લ ફિલ્મને લઈને હાલમાં દુનિયામાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે.
આ પણ વાંચો : Rich Tennis Players: ઓપન એરાનો સૌથી મહાન ટેનિસ ખેલાડી ‘રોજર ફેડરર’, લોકપ્રિયતા મામલે કોઈ નથી ટક્કરમાં
5 ટેસ્ટ મેચની એશિઝમાં હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ મેચ ડ્રો થતા, ઈંગ્લેન્ડની સિરીઝ જીતવાની ઈચ્છા હવે અધૂરી રહેશે. સ્ટોક્સે જણાવ્યુ કે ઈંગ્લેન્ડની ધરતી પર ઓસ્ટ્રેલિયાને સિરીઝ જીતવાથી રોકવુ એજ અમારુ લક્ષ્ય રહેશે. અંતિમ ટેસ્ટ મેચ જીતીને ઈંગ્લેન્ડની ટીમ સિરીઝને 2-2થી ડ્રો કરી શકે છે.