મલેશિયાના ક્રિકેટરે કર્યો કમાલ, T20માં આવું કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો, જુઓ Video
મલેશિયાના 32 વર્ષના બોલરે T20માં ચોંકાવનારો રેકોર્ડ છે. સ્યાઝરુલ ઇદ્રસે તેની 4 ઓવરના ક્વોટામાં માત્ર 8 રન આપ્યા અને 7 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. આ રીતે, તે પુરુષોની T20ની દુનિયામાં 7 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો.
બોલરો આ પહેલા પણ ઘણી વખત 4-5 વિકેટ લઈ ચૂક્યા છે, પરંતુ મેન્સ T20માં 7 વિકેટ લેવાનું પ્રથમ વખત જોવા મળ્યું છે. વિશ્વ રેકોર્ડનો આ અજોડ નજારો ચીન અને મલેશિયા વચ્ચે રમાયેલી T20 મેચમાં જોવા મળ્યો છે. કુઆલાલમ્પુરમાં રમાયેલી આ મેચમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું, માનો કે તે કોઈ જાદુથી ઓછું નહોતું. અને તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે મલેશિયાને આ મેચ જીતવા માટે માત્ર 29 બોલ રમવા પડ્યા હતા.
T20 ક્રિકેટમાં મલેશિયાના બોલરે રચ્યો ઈતિહાસ
હવે તમે વિચારી રહ્યા હશો કે કોણ છે તે 32 વર્ષીય બોલર, જેણે મેન્સ T20ના ઈતિહાસમાં પહેલા ક્યારેય નહોતું કર્યું એવું કર્યું. 7 વિકેટ લેનારો આ મલેશિયાનો બોલર છે સ્યાઝરુલ ઇદ્રસ, જેણે એકલા હાથે ચીનના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી.
Malaysia’s Syazrul Idrus produced the best bowling figures in Men’s T20I history 🙌
More ➡️ https://t.co/uyVbXc9rfQ pic.twitter.com/6XLqIQGnnh
— ICC (@ICC) July 26, 2023
ચીન-મલેશિયાની મેચમાં કર્યો કમાલ
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચીનની ટીમ સરળતાથી ડબલ ફિગરને સ્પર્શી ગઈ હતી. પરંતુ ત્યારપછી સ્યાઝરુલ ઇદ્રસે બોલ હાથમાં લીધો અને બાદમાં ચીનના બેટ્સમેનો પર આફત આવી ગઈ હતી. એક પછી એક બેટ્સમેન સ્યાઝરુલ ઇદ્રસની સામે આવતા રહ્યા અને આઉટ થયા પછી ડગઆઉટમાં પાછા જતા રહ્યા.
4 ઓવર, 8 રન, 7 વિકેટ… મેન્સ T20માં વર્લ્ડ રેકોર્ડ
પરિણામ એ આવ્યું કે સ્યાઝરુલ ઇદ્રસે તેની 4 ઓવરના ક્વોટામાં માત્ર 8 રન આપ્યા અને 7 ચાઇનીઝ ખેલાડીઓને તેનો શિકાર બનાવ્યા. આ રીતે, તે પુરુષોની T20ની દુનિયામાં 7 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે તેણે તમામ 7 ચીની બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા.
A seven-wicket haul in a T20I 🤯
Malaysia’s Syazrul Idrus claimed the best bowling figures in T20 history with 4-1-8-7 against China – all seven wickets bowled 🎯
(📹: @ICC) pic.twitter.com/iZ6902tBF1
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2023
આ પણ વાંચો : વિરાટ કોહલીએ ખતમ કર્યું હતું ઝહીર ખાનનું કરિયર, જાણો ઈશાંત શર્માએ શું કહ્યું?
ચીન 23 રન પર ઢેર, મલેશિયાની 29 બોલમાં જીત
જમણા હાથના ફાસ્ટ બોલર સ્યાઝરુલ ઇદ્રસે મચાવેલી તબાહીની અસર એ હતી કે ચીનની આખી ટીમ માત્ર 23 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મતલબ કે મલેશિયાને જીતવા માટે માત્ર 24 રન બનાવવાના હતા, જે તેમણે 91 બોલ બાકી રહેતા 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા. એટલે કે મલેશિયાની ટીમે 29 બોલમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી.