30 હજાર રૂપિયાના પેન્શનથી ચલાવે છે ઘર, હવે બનશે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર?

|

Nov 29, 2022 | 1:55 PM

ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)ને ટૂંક સમયમાં નવા સિલેક્ટર મળવા જઈ રહ્યા છે, અહેવાલો અનુસાર મનિન્દર સિંહ, વિનોદ કાંબલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ આ પદ માટે અરજી કરી છે.

30 હજાર રૂપિયાના પેન્શનથી ચલાવે છે ઘર, હવે બનશે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર?
ટીમ ઈન્ડિયા
Image Credit source: Twitter

Follow us on

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાના સેમીફાઈનલમાંથી બહાર થયા બાદ BCCIએ પસંદગી સમિતિને હટાવી દીધી હતી અને હવે તેને નવેસરથી બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર ​​મનિન્દર સિંહ, ભૂતપૂર્વ ઓપનર શિવ સુંદર દાસ, સલિલ અંકોલા, સમીર દિખે જેવા ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના પસંદગીકર્તા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે નવી પસંદગી સમિતિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ સોમવારે સાંજે 6 વાગ્યા સુધી હતી. અહેવાલો અનુસાર, 50 થી વધુ લોકોએ અરજી કરી છે. આ તમામ દિગ્ગજોમાં વિનોદ કાંબલીનું નામ પણ સામેલ છે.

વિનોદ કાંબલી ભારતીય ટીમના સિલેકટર બનવા ઈચ્છુક છે. હાલમાં જ તેમણે ખુલાસો કર્યો હતો કે, બીસીસીઆઈ તરફથી મળી રહેલા પેન્શનથી તેનું ઘર ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ તરફથી કાંબલીને 30 હજાર રુપિયાનું પેન્શન મળે છે. વિનોદ કાંબલીએ મિડ ડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હાલમાં તે બેરોજગાર છે અને તેનો પરિવાર પેન્શનથી ભેટ ભરે છે.

સચિને આપ્યું હતુ કાંબલીને કામ

તમને જણાવી દઈએ કે, જીગરી મિત્ર અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે તેને કામ આપ્યું હતુ. તેમને સચિને Tendulkar Middlesex Global Academyમાં મેન્ટર બનાવ્યો હતો પરંતુ કાબલીએ આ નોકરી છોડી દીધી હતી. કાંબલીએ જણાવ્યું કે, તે રોજ સવારે 5 કલાકે ઉઠી ડીવાઈ પાટિલ સ્ટેડિયમ માટે કેબ પકડતો હતો. તે સમયે તે બીકેસી ગ્રાઉન્ડમાં રાત્રે કોચિંગ આપતો હતો અને આ તેના માટે થકાવનારું શેડ્યુલ હતુ. જેના માટે કાંબલીએ નોકરી છોડી હતી. હવે વિનોદ કાબંલી ટીમ ઈન્ડિયાના સિલેક્ટર બનવા માંગે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિનોદ કાંબલી પાસે જબરદસ્ત અનુભવ છે

ડાબા હાથના આ બેટ્સમેનને 17 ટેસ્ટનો અનુભવ છે. જેમાં કાંબલીએ 54.2ની એવરેજથી 1084 રન બનાવ્યા હતા. આ દરમિયાન કાંબલીએ 4 સદી ફટકારી હતી જેમાંથી બે બેવડી સદી હતી. કાંબલીએ ભારત માટે 104 વનડે પણ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 32.59ની એવરેજથી 2477 રન નીકળ્યા. કાંબલીએ વનડેમાં 2 અને 14 અડધી સદી ફટકારી હતી.

અજીત અગરકર બની શકે છે ચીફ સિલેક્ટર !

પીટીઆઈના અહેવાલ મુજબ આ પુષ્ટિ થઈ નથી કે, અજીત અગરકરે સિલેક્ટર બનવા માટે આવેદન આપ્યું છે. રિપોર્ટ મુજબ જો અગરકર આવેદન કરે છે તો તેનું ચીફ સિલેક્ટર બનવું નક્કી છે.

Next Article