VJD પદ્ધતિ શું છે ? કર્ણાટકની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં મુંબઈ અને સૌરાષ્ટ્રે ઉત્તર પ્રદેશને હરાવ્યું
વિજય હજારે ટ્રોફી 2025-26ની ક્વાર્ટર ફાઈનલમાં કર્ણાટકનો સામનો મુંબઈ અને સૌરાષ્ટ્રનો સામનો ઉત્તરપ્રદેશ સામે હતો. કર્ણાટકે મુંબઈ અને સૌરાષ્ટ્રને ઉત્તરપ્રદેશે હરાવ્યું હતુ.પરંતુ બંન્ને મેચનું રિઝલ્ટ વીજેડી મેથના કારણે સામે આવ્યું છે. તો ચાલો જાણીએ વીજેડી મેથડ શું છે.

વિજય હજારે ટ્રોફી 2025-26ની 2 ક્વાર્ટર ફાઈનલ મેચ 12 જાન્યુઆરીના રોજ રમાય હતી. મુંબઈ અને કર્ણાટકનો સામનો થયો તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની વચ્ચે ટકકર થઈ હતી. બંન્ને મેચ બેંગ્લોર સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં રમાય હતી. બંન્ને મેચ વરસાદના કારણે રમાઈ ન હતી.બંન્ને મેચનું પરિણામ વીજેડી મેથડ દ્વારા કાઢવામાં આવ્યો હતો. કર્ણાટકે વીજેડી મેથને લઈ 55 રનથી આ મેચ જીતી. જ્યારે સૌરાષ્ટ્રે ઉત્તરપ્રદેશ વિરુદ્ધ વીજેડી મેથેડના કારણે 17 રનથી મેચ પોતાને નામ કરી હતી. હવે તમારા મનમાં એક સવાલ આવતો હશે કે, આ વીજેડી મેથડ શું છે. તો ચાલો આપણે વિસ્તારથી જાણીએ.
શું છે VJD method?
VJD method એક એવી મેથડ છે. જે વરસાદના કારણે નાની લિમિટેડ ઓવરની મેચમાં ટાર્ગેટને નક્કી કરવામાં આવે છે. આને કેરળના સિવિલ એન્જિયનર વી જયદેવને બનાવ્યો હતો. આ ડીએલએસ મેથડ (ડકવર્થ લુઈસ અને સ્ટર્ને)નો અલ્ડટરનેટિવ વિકલ્પ છે. વીજેડી મેથેડ પહેલા ઈન્ડિયન ક્રિકેટ લીગ અને તમિલનાડુ પ્રીમિયર લીગમાં આનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, વીજેડી મેથડ પર આઈપીએલની ચોથી અને પાંચમી સીઝનમાં યુઝ કરવા માટે વિચાર કરવામાં આવ્યો હતો. એક વખત આઈસીસીએ પણ ડીએલએસ મેથડના વિકલ્પના રુપમાં વીજેડી મેથડને અપનાવવા વિશે વિચાર્યું હતુ.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વરસાદના કારણે મેચનું પરિણામ
નક્કી કરવા માટે ડર્કવર્થ લુઈસના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં ઘરેલું ક્રિકેટમાં વી જયદેવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે વીજેડી પદ્ધતિને કેરળના એન્જિન્યરે વી. જયદેવને બનાવ્યો હતો. આને પહેલી વખત 2007માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંજુરી આપી હતી.
કેવી રીતે કામ કરે છે વી જયદેવન પદ્ધતિ
વીજેડી પદ્ધતિમા ઓવરની સંખ્યા,ગુમાવેલી વિકેટની સંખ્યા અને મેચ બંધ રાખતી વખતે રન રેટને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ બીજી બેટિંગ કરનારી ટીમ પાસેઉપલબ્ધ સંશાધન જેમ કે ઓવરની સંખ્યા અને વધેલી વિકેટને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ડર્કવર્થની તુલનામાં વીજેડી પદ્ધતિનો એક ફાયદો એ છે કે, તે ખુબ જટિલ અને સમજવામાં સરળ છે.
