મોહમ્મદ રિઝવાને પગ વડે ઉઠાવ્યો રાષ્ટ્રધ્વજ, આ વીડિયો જોઈને પાકિસ્તાનનું લોહી ઉકળી ઉઠ્યું

|

Sep 27, 2022 | 3:19 PM

પહેલી નજરે આ વિડિયો યોગ્ય દેખાઈ રહ્યો છે. થોડીવાર પછી એવું જ જોવા મળે છે કે, પાકિસ્તાનનો જાણીતો ક્રિકેટર રિઝવાન પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મોહમ્મદ રિઝવાને પગ વડે ઉઠાવ્યો રાષ્ટ્રધ્વજ, આ વીડિયો જોઈને પાકિસ્તાનનું લોહી ઉકળી ઉઠ્યું
મોહમ્મદ રિઝવાને પગ વડે ઉઠાવ્યો ઝંડ
Image Credit source: AFP Photo

Follow us on

Mohammad Rizwan : પાકિસ્તાન (Pakistan Cricket)ની ટીમ હાલમાં પોતાના ઘર આંગણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝ રમવામાં વ્યસ્ત છે. 7 મેચની ટી20 સિરીઝના પ્રથમ 4 મેચ કરાંચીમાં રમાઈ હતી. ત્યારબાદ ટીમનો કાફલો લાહૌર પહોંચી ચૂક્યો છે. 28 સપ્ટેમ્બરના રોજ સિરીઝની 5મી ટી20 મેચ રમાશે પરંતુ આ પહેલા એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan)નો છે, જો આ વિડીયોને પાકિસ્તાનના લોકો જોશે તો ચોક્કસ તેનું લોહી ઉકળવા લાગશે. પછી રિઝવાન મોટો ક્રિકેટર કેમ ન હોય.

આ વીડિયોમાં એવું શું છે કે લોકો સવાલો કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે તે વીડિયોમાં શું છે તે જાણવાની ઉત્સુકતા સૌ કોઈને હશે તો પહેલી નજરે આ વીડિયો એકદમ ક્લીન લાગે છે. પાકિસ્તાનનો જાણીતો ક્રિકેટર રિઝવાન પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો છે. પરંતુ, આ વિડિયોને જ્યારે તમે તેના છેલ્લા ભાગ સુધી પહોંચશો, ત્યારે તમને કંઈક એવું જોવા મળશે જેની તમે રિઝવાન પાસેથી કદાચ અપેક્ષા ન રાખી શકો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

રિઝવાને પગ વડે પાકિસ્તાનનો ઝંડો ઉઠાવ્યો

વીડિયોમાં મોહમ્મદ રિઝવાન કોઈને ટી-શર્ટ પર, કોઈને કેપ પર તો કોઈને પાકિસ્તાની ટીમની જર્સી પર પોતાના નામ સાથે ઓટોગ્રાફ આપી રહ્યો છે. પરંતુ આ દરમિયાન તેણે કેટલાકને પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ પર ઓટોગ્રાફ પણ આપ્યા હતા. વીડિયોમાં જ્યારે રિઝવાન બધા ઓટોગ્રાફ આપ્યા પછી બધી વસ્તુઓ ભેગી કરતો જોવા મળે છે, તો તે જ સમયે તે પોતાના પગથી પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ઉઠાવતો જોવા મળે છે.

રાષ્ટ્રધ્વજનું અપમાન

સવાલ એ છે કે, શું આ પાકિસ્તાની બેટ્સમેનને એ પણ નથી સમજાતું કે જે ધ્વજ દેશનું માન અને સન્માન છે, તેને પગ ન લગાવી શકાય. હવે જાણ્યે-અજાણ્યે એવું બન્યું હશે પણ કમ સે કમ રિઝવાને પોતાના કૃત્ય બદલ માફી માંગવી જોઈએ. સ્વાભાવિક છે કે ,જ્યારે પાકિસ્તાનના લોકો રિઝવાનનું આ કૃત્ય જોશે ત્યારે તેનું લોહી પણ ઉકળી ઉઠશે. યોગ્ય છે લોકોનું લોહી ઉકળવું જોઈએ કારણ કે જે દેશનું ગૌરવ અને શાન હોય છે રાષ્ટ્રધ્વજ.

Next Article