Trinidad : વેસ્ટ ઈન્ડિઝ સામેની દરેક મેચમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, મુકેશ કુમાર બાદ તિલક વર્માને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આઈપીએલ અને ઘરેલૂ ક્રિકેટમાં સારા પ્રદર્શનને કારણે તિલક વર્માને (Tilak Varma) ટી20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. બેટિંગથી પહેલા તિલક વર્માએ ફિલ્ડિંગથી પોતાના પ્રભાવ છોડયો હતો. તેના શાનદાર કેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરીને 20 વર્ષના તિલક વર્મા પહેલીવાર ભારતીય ટીમમાં સિલેક્ટ થયો હતો. પહેલી જ ટી20 સિરીઝમાં તેને તક આપવામાં આવી અને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી20થી તેણે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યુ. કેપ્ટન હાર્દિક પંડ્યાએ તિલકને ડેબ્યૂ કેપ આપીને ટીમમાં તેનું સ્વાગત કર્યું.
આ પણ વાંચો : Breaking News: IND vs WI: પહેલી T20માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 4 રને હરાવ્યું, ભારતની ખરાબ બેટિંગ
No luck ❌, just pure brilliance from young Tilak! 😍 #TikakVarma marks his #TeamIndia debut with a stunner! ⚡️#WIvIND #JioCinema #SabJawaabMilenge pic.twitter.com/KCYbapTdSO
— JioCinema (@JioCinema) August 3, 2023
આ પણ વાંચો : IND vs WI: યુઝવેન્દ્ર ચહલે આવતાની સાથે જ મચાવી દીધી તબાહી, જુઓ Video
તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની આઠમી ઓવરમાં શાનદાર કેચ પકડ્યો હતો. કુલદીપ યાદવની પહેલી જ ઓવરની ત્રીજી બોલ પર જોનસન ચાર્લ્સે હવામાં ઊંચો શોર્ટ ફટકાર્યો. લોન્ગ ઓન અને મિડ વિકેટની વચ્ચે આ કેચ પકડવાની ખેલાડી પાસે તક હતી. ડીપ મિડ વિકેટ પર ઊભેલા તિલક વર્માએ 20-25 મીટરની લાંબી દોડ લગાવીને ડાઈવ લગાવીને આ કેચ પકડ્યો હતો.
આ પણ વાંચો : શોએબે ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી સાનિયાનું નામ હટાવ્યું, બંને અલગ થયાની ઉડી વાત!
7.2 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 58 રન સાથે 2 વિકેટ હતો. 7.3 ઓવરમાં આ કેચને કારણે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 58 રન પર 3 વિકેટ થયો. પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધારે રન Rovman Powell (48 રન) બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ અને ચહલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે કેપ્ટન પંડ્યા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં ભારત માટે સૌથી વધારે રન તિલક વર્માએ બનાવ્યા. તેની 39 રનની ઈનિંગમાં 3 શાનદાર સિક્સર પણ જોવા મળી. તેણે 22 બોલની રમતમાં 2 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. અંતિમ ઓવરમાં 149 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમને 4 રનથી હારનો સામનો કરવો પડયો હતો.