IPL 2025 : સદી ફટકાર્યા પછી વૈભવ સૂર્યવંશીએ પહેલો ફોન કોને કર્યો ? જુઓ વીડિયો

રાજસ્થાન રોયલ્સનો ખેલાડી વૈભવ સૂર્યવંશીએ જયપુરના મેદાનમાં 38 બોલમાં 101 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 11 સિક્સ ફટકારી હતી. તેમણે 35 બોલમાં સદી પૂર્ણ કરી હતી. તે આઈપીએલમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવનાર ખેલાડી પણ બની ગયો છે.

IPL 2025 : સદી ફટકાર્યા પછી વૈભવ સૂર્યવંશીએ પહેલો ફોન કોને કર્યો ? જુઓ વીડિયો
| Updated on: Apr 29, 2025 | 5:10 PM

આઈપીએલની રાજસ્થાન અને ગુજરાતની મેચ બાદ હાર જીત કરતા પણ લોકો સૌથી વધારે ચર્ચા 14 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીની કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2025માં સદી ફટકારી ચર્ચામાં આવ્યો છે. 14 વર્ષના ખેલાડીએ અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. વૈભવ સૂર્યવંશી ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ માત્ર 35 બોલમાં સદી ફટકારી આઈપીએલમાં સદી ફટકાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. હવે વૈભવ સૂર્યવંશીની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.

સદી ફટકારી પ્રથમ કોલ તેના પિતાને કર્યો

તો ચાલો જાણીએ આઈપીએલમાં પ્રથમ સદી ફટકારી વૈભવ સૂર્યવંશીએ પહેલો કોલ કોને કર્યો હતો. બિહારના સમસ્તીપુરના રહેવાસી સૂર્યવંશીએ આઈપીએલમાં સદી ફટકારી પ્રથમ કોલ તેના પિતાને કર્યો હતો. રાજસ્થાન રોયલ્સનો ખેલાડી વૈભવ સૂર્યવંશીએ જયપુરના મેદાનમાં 38 બોલમાં 101 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 11 સિક્સ ફટકારી હતી. તેમણે 35 બોલમાં સદી પૂર્ણ કરી હતી. તે આઈપીએલમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવનાર ખેલાડી પણ બની ગયો છે. તેમજ ટૂર્નામેન્ટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકાવનાર ખેલાડી પણ બન્યો છે. આ સાથે ઢગલા બંધ રેકોર્ડ પોતાને નામ કર્યા છે.

 

 

કેપ્શનમાં લખ્યું સંસ્કાર

સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીએ સૌથી પહેલા તેના પિતાને ફોન કર્યો હતો. જેનો વીડિયો રાજસ્થાન રોયલ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું સંસ્કાર. આ વીડિયો જોઈ તમે પણ કહેશો ખુબ જ સુંદર. વીડિયોમાં વૈભવ સૂર્યવંશીને પૂછવામાં આવ્યું કે, તમે પહેલો ફોન કોને કરશો?  જેના જવાબમાં સૂર્યવંશીએ કહ્યું પહેલો ફોન મારા પપ્પાને કરીશ. તે સમયે તેની નજીક તેના કોચ પણ હતા. કોચે વૈભવ સૂર્યવંશીના પિતાને કહ્યું હજુ તો શરુઆત છે.

વૈભવ સૂર્યવંશીના વીડિયા પર ક્રિકેટ ચાહકો રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કહ્યું આ ઉંમરે અમારા શિક્ષક માતા-પિતાને ફોન કરી ખરાબ ગ્રેડની ફરિયાદ કરે છે. બીજાએ કહ્યું સૂર્યવંશીએ પિતાને ફોન કરી કહ્યું પિતાજી પ્રણામ આ સાચા સંસ્કાર છે.

તમને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવએ દીકરા માટે ખુબ સંધર્ષ કર્યો છે. તેમણે પોતાની જમીન પણ વેંચી નાંખી હતી. સંજીવ સૂર્યવંશીએ દીકરાને અહી સુધી પહોચાડવા મહત્વની ભૂમિકા નિભાવી છે.

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો,વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો