US Open: રાફેલ નડાલના દેશ થી જ નવો વિશ્વ નંબર 1, યુએસ ઓપન ચેમ્પિયન બન્યો

|

Sep 12, 2022 | 10:41 AM

રાફેલ નડાલ (Rafael Nadal) ના વારસાને આગળ લઈ જવા માટે તેના જ દેશના કાર્લોસ અલ્કારાઝે (Carlos Alcaraz) દસ્તક આપી છે.

US Open: રાફેલ નડાલના દેશ થી જ નવો વિશ્વ નંબર 1, યુએસ ઓપન ચેમ્પિયન બન્યો
Carlos Alcaraz is new US Open champion

Follow us on

સ્પેન અને ટેનિસ એટલે કે રાફેલ નડાલ (Rafael Nadal) છેલ્લા 17 વર્ષથી દુનિયા માટે સ્પેન એટલે કે રાફેલ નડાલ છે, પરંતુ પરિવર્તનનો પવન ફૂંકાવા લાગ્યો છે. નડાલ તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને ટેનિસની દુનિયામાં તેના વારસાને કોણ આગળ લઈ જશે તે પણ તેણે દસ્તક આપી દીધી છે. સમાન ઉંમર અને સમાન જુસ્સો, જે વિશ્વએ 2005 દરમિયાન રાફેલ નડાલમાં જોયું. બરાબર એ જ ચમક તેના દેશના કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) માં દેખાવા લાગી છે.

વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો

નડાલે ગ્રાન્ડ સ્લેમમાં પ્રવેશ કર્યો તે વર્ષે કાર્લોસનો જન્મ થયો હતો. એટલે કે, 2003 અને નડાલની જેમ સ્પેનના આ નવા સ્ટારે 19 વર્ષની ઉંમરે પહેલો ગ્રાન્ડ સ્લેમ જીત્યો. કાર્લોસે યુએસ ઓપનની ફાઇનલમાં નોર્વેના કેસ્પર રૂડને 6-4, 2-6, 7-6(1), 6-3 થી હરાવીને તેનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ વિજય મેળવ્યો હતો. આ જીત સાથે તે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. કાર્લોસ નંબર વન પર પહોંચનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જીત બાદ કાર્લોસે તેમના સમર્થન માટે દરેકનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે આ બે સપ્તાહ શાનદાર રહ્યા, જેમાં કેટલીક મુશ્કેલ મેચોનો પણ સમાવેશ થાય છે.

નડાલ પછી સૌથી યુવા ખેલાડી

તે પણ ખૂબ જ રસપ્રદ છે કે નડાલ જેવા ઉત્સાહ સાથે કાર્લોસે તેની એકેડમીના ખેલાડીને હરાવ્યો. હકીકતમાં, કેસ્પર રાફેલ નડાલની એકેડમીમાંથી બહાર આવ્યો છે. જ્યારે કાર્લોસ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન જુઆન કાર્લોસ ફેરેરોની એકેડમીનો ખેલાડી છે. આ યુવા ખેલાડીની વાત કરીએ તો તે કાર્લોસ નડાલ બાદ સૌથી યુવા ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન છે. 2005માં ફ્રેન્ચ ઓપન નડાલનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ હતું. કાર્લોસ તેના કોચ જુઆન, કાર્લોસ મોયા અને નડાલ બાદ નંબર વન બનનાર સ્પેનનો ચોથો ખેલાડી બની ગયો છે.

Published On - 10:34 am, Mon, 12 September 22

Next Article