AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ઉન્મુક્ત ચંદને આંખ પર પહોંચી ઈજા, ગંભીર ઈજા પહોંચ્યાની તસ્વીર શેર કરતા કહ્યુ-ભાગ્યશાળી રહ્યો

ઉન્મુક્ત ચંદે (Unmukt Chand) ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને હવે તે અમેરિકા માટે ક્રિકેટ રમી રહ્યો છે. BBL માં પણ રમે છે.

Cricket: ઉન્મુક્ત ચંદને આંખ પર પહોંચી ઈજા, ગંભીર ઈજા પહોંચ્યાની તસ્વીર શેર કરતા કહ્યુ-ભાગ્યશાળી રહ્યો
Unmukt Chand એ આંખ પર સોજો હોવાની તસ્વીર શેર કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 8:12 PM
Share

પોતાની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ને અંડર-19 વર્લ્ડ કપમાં અપાવનાર કેપ્ટન ઉન્મુક્ત ચંદ (Unmukt Chand) આ સમયે ખૂબ જ પરેશાન છે. ના, ઉન્મુક્ત ચંદ તેની રમતના કારણે નહીં, પરંતુ તેની આંખના કારણે મુશ્કેલીમાં છે. ઉન્મુક્ત ચંદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેની આંખ સૂજી ગયેલી દેખાય છે. તેનો આ ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે તેને ઈજા થઈ છે. આ સાથે તેણે એક પોસ્ટ પણ લખી છે.

ઉન્મુક્ત ચંદે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તે હવે અમેરિકા માટે ક્રિકેટ રમી રહ્યો છે. તે અમેરિકાની T20 લીગ મેજર લીગ ક્રિકેટમાં ભાગ લઈ રહ્યો છે. આ સિવાય તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પણ રમી ચુક્યો છે.

સહેજ માટે બચ્યો

ઉન્મુક્ત ચંદે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પોતે ભાગ્યશાળી હતો કે તેઓ મોટી મુશ્કેલીમાંથી બચી ગયો. તેણે લખ્યું, “રસ્તો કોઈ ખેલાડી માટે ક્યારેય સરળ નથી હોતો. ક્યારેક તમે જીતીને આવો છો અને ક્યારેક તમે હતાશ થાઓ છો. પરંતુ ક્યારેક તમે ઇજાઓ સાથે ઘરે આવો છો. હું ભગવાનનો આભાર માનું છું કે હું એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયો. સખત રમો પરંતુ સુરક્ષિત રહો. આ બહુ સરસ વાત છે. પ્રાર્થના માટે આભાર.”

બીજો વિરાટ કોહલી કહેવાયો હતો

અંડર-19 વર્લ્ડ કપ જીતીને વાપસી કરનાર ઉન્મુક્ત ચંદને બીજો વિરાટ કોહલી કહેવામાં આવ્યો હતો. પરંતુ ઉન્મુક્ત ચંદ એ અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહિ. કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2008 માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ તે પોતાની જોરદાર રમતથી ટીમ ઈન્ડિયામાં આવ્યો હતો. ઉન્મુક્ત ચંદ પાસેથી એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. જો કે આવું બન્યું ન હતું. તે ઈન્ડિયા-એ સુધી પહોંચ્યો પરંતુ તેનાથી આગળ વધી શક્યો નહીં.

IPL માં પણ શાનદાર પ્રદર્શન કરી શક્યો નહીં

અંડર-19 વર્લ્ડ કપ બાદ ઉન્મુક્ત ચંદ IPL માં પણ રમ્યો હતો પરંતુ તે કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) એ તેને પોતાની સાથે જોડ્યો હતો. જો કે, તે વધુ સારું કરી શક્યો નહીં. દિલ્હી ઉપરાંત તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ પણ રમ્યો હતો. તેણે 21 આઈપીએલ મેચ રમી અને 15ની એવરેજથી 300 રન બનાવ્યા. જેમાં માત્ર એક અડધી સદીનો સમાવેશ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">