Lowest Score in Cricket : માત્ર 8 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ટીમ, 7 બોલમાં હરીફ ટીમે જીતી લીધી મેચ

|

Jun 05, 2022 | 9:12 AM

T20 World Cup Qualifier : વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં નેપાળ (Nepal Women Team) ની ટીમ માત્ર 8ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં વિરોધી ટીમ UAE (UAE Women Team) એ આ લક્ષ્ય માત્ર 7 બોલમાં હાંસલ કરી લીધું હતું.

Lowest Score in Cricket : માત્ર 8 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ટીમ, 7 બોલમાં હરીફ ટીમે જીતી લીધી મેચ
UAE Women Cricket Team (PC: ICC)

Follow us on

કયા ઓછા સ્કોર પર ટીમ ઓલઆઉટ થઈ શકે ? જો આવો પ્રશ્ન તમારા મનમાં હોય તો ચોંકાવનારો જવાબ મળ્યો છે. નેપાળની અંડર-19 મહિલા ટીમ (Nepal U19 Women Team) માત્ર 8 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરોધી ટીમ એટલે કે UAE ની મહિલા (UAE U19 Women Team) રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે માત્ર 2 ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. તમને જણાવી દઇએ કે આ ટુર્નામેન્ટ અંડર 19 ટી20 વર્લ્ડ કપમાં પહોંચવા માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટ ચાલી રહી હતી.

ખરેખર વાત એવી છે કે અંડર 19 મહિલા વર્લ્ડ કપના એશિયા ક્વોલિફાયરમાં નેપાળની ટીમ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) સામે રમી હતી. બાંગી શહેરમાં રમાઈ રહેલી આ મેચમાં નેપાળે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય દુઃસ્વપ્ન સમાન સાબિત થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

નેપાળ ટીમ તરફથી સ્નેહા મહારાએ સૌથી વધુ 3 રન બનાવ્યા હતા. તે 10 બોલ રમી શકી હતી. ટીમના કુલ 6 બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. UAE માટે માહિકા ગૌરે ચાર ઓવરના ક્વોટામાં 5 વિકેટ લીધી હતી. માહિકાએ 2 ઓવર મેડન નાખી અને કુલ ચાર ઓવરમાં માત્ર 2 રન આપ્યા.

 

UAE ટીમની માહિકા ઉપરાંત ઈન્દુજા કુમારે 6 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સમાયરાને એક વિકેટ મળી હતી. તેણે મેચમાં માત્ર આ એક જ બોલ ફેંક્યો હતો. આ રીતે નેપાળની આખી ટીમ 8 ઓવરમાં 8 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

જવાબમાં UAE ની અંડર 19 મહિલા ટીમે આ લક્ષ્યાંક માત્ર 7 બોલમાં એટલે કે 1.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. ટીમે 113 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કર્યું અને એકપણ વિકેટ ગુમાવી ન હતી. ખરા અર્થમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયેલ માહિકાએ કહ્યું કે, તે ટુર્નામેન્ટમાં તેની ટીમ માટે પુષ્કળ યોગદાન આપવા માટે ઉત્સાહિત છે. આ મેચમાં પ્રદર્શન કરવું ખૂબ જ સરસ રહ્યું હતું. હું જીતમાં યોગદાન આપીને ખૂબ જ ખુશ છું અને મને ખાતરી છે કે અમે બાકીની મેચમાં પણ જીત મેળવીશું.”

જો ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર વિશે વાત કરીએ તો આ રેકોર્ડ તુર્કી ટીમના નામે છે. તુર્કીની મેન્સ ટીમ ચેક રિપબ્લિક સામે માત્ર 21 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રેકોર્ડ 30 ઓગસ્ટ 2019 ના રોજ બન્યો હતો.

Next Article