Umar Akmal ની અક્કલ પર ઉઠ્યા સવાલ, પૂર્વ કોચ મિકી આર્થર અને વકાર યુનિસ પર ગંભીર આરોપ બાદ વિવાદમાં

|

Jun 15, 2022 | 1:20 PM

Cricket : ઉમર અકમલ (Umar Akmal) ત્રણ વર્ષથી પાકિસ્તાન ટીમ (Pakistan Cricket) ની બહાર છે. પાકિસ્તાની ટીમમાં અકમલના વાપસીની કોઈ શક્યતા જણાતી નથી.

Umar Akmal ની અક્કલ પર ઉઠ્યા સવાલ, પૂર્વ કોચ મિકી આર્થર અને વકાર યુનિસ પર ગંભીર આરોપ બાદ વિવાદમાં
Umar Akmal (PC: GeoSuper TV)

Follow us on

વિવાદાસ્પદ પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ (Umar Akmal) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઉમર અકમલે પાકિસ્તાનના પૂર્વ કોચ મિકી આર્થર (Mickey Arthur) અને વકાર યુનિસ (Waqar Younis) પર નિશાન સાધ્યું હતું. ઉમર અકમલનું કહેવું છે કે, આ બંનેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. ઉમર અકમલને 2019 થી પાકિસ્તાન (Pakistan Cricket) તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી.

ઉમર અકમલની ડેબ્યુ મેચ શાનદાર રહી હતી

ઉમર અકમલે પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી અને પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ ન્યૂઝીલેન્ડ સામે 129 રન બનાવ્યા હતા. ODI ક્રિકેટમાં પણ ઉમર અકમલની કારકિર્દીની શરૂઆત ખૂબ જ સારી થઈ હતી. પરંતુ ખરાબ ફોર્મ અને ખરાબ ફિટનેસ સિવાય ઉમરની કારકિર્દી વિવાદોને કારણે વધુ આગળ વધી શકી ન હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પોતાનું દર્દ વ્યક્ત કરતાં પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ (Umar Akmal) એ કહ્યું કે, મિકી આર્થરને મારી સાથે અંગત સમસ્યાઓ હતી. તે સમયે ટીમ મેનેજમેન્ટે મારા માટે અવાજ ઉઠાવ્યો ન હતો. આ મામલે મેનેજમેન્ટ આજ દિવસ સુધી મૌન રહ્યું છે. પુર્વ કોચ મિકી આર્થર (Mickey Arthur) એ પોતે કબૂલ્યું છે કે તેણે મારી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. હું એવા ખેલાડીઓમાંથી એક છું જેમની પાકિસ્તાન ક્રિકેટમાં અવગણના કરવામાં આવી છે.”

 

વકાર યુનુસ પર પણ ભડક્યો  ઉમર અકમલ

ઉમર અકમલે પાકિસ્તાની ટીમ (Pakistan Cricket Team) ના અન્ય પૂર્વ કોચ વકાર યુનિસ (Waqar Younis) પર પણ હુમલો કર્યો હતો. ઉમર અકમલે કહ્યું, “ઈમરાન ખાને ટીમ મેનેજમેન્ટને મને ત્રીજા નંબર પર રમવા માટે કહ્યું હતું. પરંતુ વકારે મને ટોપ ઓર્ડર પર ન મૂક્યો. વકાર યુનિસ ક્રિકેટ જગતના એક શાનદાર બોલર રહ્યા છે. પરંતુ હું તેમનો કોચ તરીકેનો કાર્યકાળ સમજી શક્યો નહીં.

તમને જણાવી દઈએ કે, પુર્વ કોચ મિકી આર્થરે ઉમર અકમલ (Umar Akmal) પર ફિટનેસના મુદ્દે ગંભીર ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે મહત્વનું છે કે ફિક્સિંગના આરોપોને કારણે ક્રિકેટર ઉમર અકમલની ટીમમાં વાપસીના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.

Next Article