U19 Women’s T20 World Cupની મહત્વપૂર્ણ મેચમાં ભારતની જીત, શ્રીલંકાને 7 વિકેટથી આપી માત

|

Jan 22, 2023 | 7:24 PM

India and Sri Lanka : અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023ની સુપર સિક્સની ભારતની બીજી મેચ આજે શ્રીલંકા વિરુદ્ધ રમાઈ હતી. જણાવી દઈએ કે સુપર સિક્સની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ભારતની હાર થઈ હતી.

U19 Womens T20 World Cupની મહત્વપૂર્ણ મેચમાં ભારતની જીત, શ્રીલંકાને 7 વિકેટથી આપી માત
Super Six game India and Sri Lanka match result
Image Credit source: Twitter

Follow us on

અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડકપની પ્રથમ સુપર સિક્સ મેચમાં હાર મેળવ્યા બાદ આજે ભારતીય ટીમ શ્રીલંકા સામે ઉતરી હતી. શ્રીલંકા સામેની બીજી સુપર સિક્સની મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન સાથે 59 રન બનાવ્યા હતા. 60 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટના નુકશાન સાથે 60 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે આ ટાર્ગેટ 8મી ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.

ભારતીય ટીમ અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચશે કે નહીં તેનો નિર્ણય અન્ય ટીમોની મેચના પરિણામથી નક્કી થશે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહેશે અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. ભારતીય ટીમ અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં 200થી વધારે સ્કોર બનાવનાર પ્રથમ અને એકમાત્ર ટીમ પણ બની છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ

આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપની 41 મેચ સાઉથ આફ્રીકાના બેનોની અને પોચેફસ્ટ્રમના 4 ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 16 ટીમ વચ્ચેનો આ પ્રથમ આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપ વર્ષ 2021માં શરુ થવાનો હતો પણ કોરોના માહામારીને કારણે આ વર્ષે આ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે.

આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રીકા, શ્રીલંકા, વેસ્ટઈન્ડીઝ અને જિમ્બાબ્વે જેવા પૂર્ણ સદસ્ય દેશોની ટીમ સહિત આઈસીસીના પાંચ ક્ષેત્રો યુએઈ, રવાંડા, અમેરિકા, સ્કોર્ટલેન્ડ અને ઈન્ડોનેશિયાની ટીમ રમી રહી છે.

 

ભારતની શેફાલી વર્મા સહિત તમામ ટીમની કેપ્ટને હાલમાં ટ્રોફી સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યા છે.

4 ગ્રુપમાં વિભાજીત થઈ છે તમામ ટીમ

U19 Women World Cupનું શેડયુલ

ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રીકા, યુએઈ અને સ્કોટલેન્ડ સામે જીત મેળવી હતી. અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ 6 પોઈન્ટ સાથે ગ્રુપ ડીમાં ટોપ પર રહી હતી.

Published On - 7:19 pm, Sun, 22 January 23

Next Article