
વિરાટ કોહલી : ભારતીય ક્રિકેટના હાલના સુપરસ્ટાર વિરાટ કોહલી મેદાન પર આક્રમક રમત અને બ્રાન્ડિંગમાં સ્માર્ટ વિચારસરણી ધરાવે છે. કોહલીએ પુમા, ઓડી, એમઆરએફ જેવી બ્રાન્ડ્સ સાથે કરોડોની ડીલ કરી છે, જ્યારે આરસીબી સાથેનો તેનો આઈપીએલ કોન્ટ્રાક્ટ પણ સૌથી મોંઘા ખેલાડીઓમાં ગણાય છે. કોહલીએ Chisel જીમ ચેઇન અને WROGN જેવી કપડાની બ્રાન્ડ્સમાં પણ રોકાણ કર્યું છે. તેની કુલ અંદાજિત સંપત્તિ 834 કરોડ રૂપિયા (100 મિલિયન ડોલર) હોવાનું માનવામાં આવે છે.

સૌરવ ગાંગુલી : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું વર્ચસ્વ અદભૂત છે. પેપ્સી, પુમા અને ટાટા જેવી કંપનીઓ સાથેના એન્ડોર્સમેન્ટ અને વહીવટી ભૂમિકાઓએ તેની કમાણીને નવી ઊંચાઈએ પહોંચાડી છે. ગાંગુલીની કુલ સંપત્તિ આશરે રૂ. 667 કરોડ હોવાનો અંદાજ છે.

વિરેન્દ્ર સેહવાગ : પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા વિરેન્દ્ર સેહવાગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી કોમેન્ટ્રી, કોચિંગ અને બ્રાન્ડ પ્રમોશન દ્વારા પણ ઘણી કમાણી કરી છે. તે લાંબા સમયથી એડિડાસ અને બૂસ્ટ જેવી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. સેહવાગની અંદાજિત સંપત્તિ લગભગ 334 કરોડ રૂપિયા છે.

યુવરાજ સિંહ : યુવરાજ સિંહે માત્ર ક્રિકેટથી જ નહીં પરંતુ પોતાના બિઝનેસથી પણ ઘણું કમાયું છે. તેણે પુમા, પેપ્સી અને રિવાઇટલ જેવા બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. યુવરાજે સ્ટાર્ટઅપ ફંડ 'યુવીકેન વેન્ચર્સ' દ્વારા ઘણી નવી કંપનીઓમાં રોકાણ કર્યું છે. યુવરાજની સંપત્તિ 292 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

સુનીલ ગાવસ્કર : ભારતીય ક્રિકેટના પ્રથમ સુપરસ્ટાર ગણાતા સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી અને મીડિયાથી ઘણી ખ્યાતિ મેળવી છે. થમ્સ અપ અને દિનેશ જેવી બ્રાન્ડ્સ સાથે ગાવસ્કરના સારા કનેક્શન તેમજ વારંવાર ટીવી પર આવવાથી તેની કમાણી વધી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ગાવસ્કરની સંપત્તિ 262 કરોડ રૂપિયાની આસપાસ છે.