T20 World Cup: પાકિસ્તાન સામે આજે અફઘાનિસ્તાન 7 વર્ષ જૂનો બદલો લેવા માટે મેદાને ઉતરશે, યુએઇમાં અફઘાનનો રેકોર્ડ ભારે

|

Oct 29, 2021 | 10:27 AM

આજે રમાનાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Afghanistan vs Pakistan) વચ્ચેની મેચ પહેલા આ બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ અંતિમ ઓવર સુધી ચાલી હતી.

T20 World Cup: પાકિસ્તાન સામે આજે અફઘાનિસ્તાન 7 વર્ષ જૂનો બદલો લેવા માટે મેદાને ઉતરશે, યુએઇમાં અફઘાનનો રેકોર્ડ ભારે
Afghanistan vs Pakistan

Follow us on

ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021) માં આજે અફઘાનિસ્તાન (Afghanistan) ની ટીમ પાકિસ્તાન (Pakistan) સામે ટકરાશે. આ બંને ટીમો આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. પાકિસ્તાને તેની પ્રથમ મેચમાં ભારતને અને બીજી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. હવે જ્યારે આ બંને ટીમો આજે દુબઈમાં આમને-સામને થશે, ત્યારે તેમાંથી એકની જીત અટકશે તે નિશ્ચિત છે.

જો આ બંને ટીમો વચ્ચેના ઈતિહાસ પર નજર કરીએ તો આ મેચ પહેલા બંને ટીમો માત્ર એક જ વખત T20માં સામસામે આવી છે. ત્યારે છેલ્લી ઓવરમાં પાકિસ્તાને જીત મેળવી હતી. આજે જ્યારે અફઘાનિસ્તાન મેદાનમાં ઉતરશે ત્યારે તેના મનમાં જૂની હારની યાદ હશે અને તે તેનો બદલો લેવા માંગશે.

આજની મેચ પહેલા બંને ટીમો 2013માં આમને સામને આવી હતી. આ મેચ શારજાહમાં રમાઈ હતી. તારીખ 8 ડિસેમ્બર, 2013 હતી. આ મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. તેઓએ અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું. તમને જણાવી દઇએ કે છેલ્લી ઓવરમાં તે મેચમાં પાકિસ્તાનને કેવી રીતે જીત મળી અને તે મેચમાં શું થયું. આ મેચ તે સમયે બંને દેશો વચ્ચે રમાયેલી સીરિઝની એકમાત્ર T20 મેચ હતી, જેમાં બંને ટીમો માત્ર જીત ઇચ્છતી હતી પરંતુ આ જીત પાકિસ્તાનના હિસ્સામાંથી આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

અફઘાનિસ્તાને ટોસ જીત્યો હતો

આ મેચમાં અફઘાનિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ નબી હતો. તેણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. મોહમ્મદ શહજાદ અને નવરોઝ મંગલ અનુક્રમે બે અને એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી અસગર અફઘાન, નજીબુલ્લાહ ઝદરાન, નબીએ ટીમની કમાન સંભાળી અને નાનું યોગદાન આપ્યું. અફઘાને 15 રન બનાવ્યા હતા. ઝદરને 38 રન અને નબીએ પણ 15 રન બનાવ્યા હતા.

અંતે મીરવાઈઝ અશરફે અણનમ 28 રન બનાવી ટીમને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 137 રનના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. પાકિસ્તાન તરફથી જુનૈદ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. સોહેલ તનવીરે બે સફળતા હાંસલ કરી હતી. ઝુલ્ફીકાર બાબર, બિલાબલ ભટ્ટી, શાહિદ આફ્રિદીને એક-એક વિકેટ મળી હતી.

 

હાફીઝનું બેટ ચમક્યુ

પાકિસ્તાને 19.5 ઓવરમાં જીત મેળવી હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે છ રનની જરૂર હતી. જ્યારે સુકાની મોહમ્મદ હાફીઝ ક્રિઝ પર હતો ત્યારે તે આસાન લાગતું હતું, જોકે ઝદરાને ચુસ્ત બોલીંગ કરીને તેને આસાન થવા દીધું ન હતું. તેણે આ ઓવરમાં કોઈ બાઉન્ડ્રી જવા દીધી ન હતી, પરંતુ વધારાના રન આપીને તેણે કામ બગાડ્યું હતું.

ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનને એક રનની જરૂર હતી અને ઝદરાને નો બોલ ફેંક્યો અને પાકિસ્તાન આ સાથે જીતવામાં સફળ રહ્યું. કેપ્ટન હાફીઝ 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેના સિવાય અહેમદ શહજાદે 35 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય ઉમર અકમલે 28 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નબી, દૌલત ઝદરાન અને સમીઉલ્લાહ શિનવારીએ એક-એક વિકેટ લીધી હતી.

 

UAE માં અફઘાનનો રેકોર્ડ જબરદસ્ત

પાકિસ્તાન UAE ને પોતાનું બીજું ઘર માને છે. તે અહીંના મેદાન પર તેના ટ્રેક રેકોર્ડને સર્વશ્રેષ્ઠ માને છે. પરંતુ આજે તે જે અફઘાનિસ્તાનનો સામનો કરી રહ્યો છે તેનો રેકોર્ડ તેના કરતા સારો છે. UAEમાં રમાયેલી 38 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાને 24 મેચ જીતી છે. બીજી તરફ અફઘાનિસ્તાન પર નજર કરીએ તો તેનો ટ્રેક રેકોર્ડ વધુ સારો દેખાય છે. અફઘાનિસ્તાને 34 T20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી 27 મેચ જીતી છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: આનુ નામ તે બદલો ! વિશાળ છગ્ગો લગાવ્યો તો મિશેલ સ્ટાર્કે બીજા જ બોલે જ સ્ટંપ ઉખેડી ફેંક્યા

આ પણ વાંચોઃ T20 World Cup 2021: હાર્દિક પંડ્યાએ મજબૂરીમાં શરુ કરી બોલીંગ, ધોની અને વિરાટ કોહલી એ લીધો મોટો નિર્ણય!

Published On - 9:47 am, Fri, 29 October 21

Next Article