રવિન્દ્ર જાડેજાની ફ્લાંગ પર મચ્યો હોબાળો, ગુસ્સે થયો બેન સ્ટોક્સ, અમ્પાયરે કરી દરમિયાનગીરી

રવીન્દ્ર જાડેજાએ રમેલ 89 રનની ઇનિંગ દરમિયાન હોબાળો થયો હતો. ઇંગ્લેન્ડના ખેલાડીઓ તેના ફ્લાંગથી નાખુશ દેખાતા હતા, જાણો એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસે શું થયું?

રવિન્દ્ર જાડેજાની ફ્લાંગ પર મચ્યો હોબાળો, ગુસ્સે થયો બેન સ્ટોક્સ, અમ્પાયરે કરી દરમિયાનગીરી
| Edited By: | Updated on: Jul 03, 2025 | 7:21 PM

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં શાનદાર 89 રન બનાવ્યા. જાડેજા માત્ર 11 રનથી સદી ચૂકી ગયો પરંતુ તેણે ગિલ સાથે 200 થી વધુ રનની મજબૂત ભાગીદારી કરીને ટીમ ઇન્ડિયાને સધ્ધર સ્થિતિમાં પહોંચાડી દીધી. જોકે, આ ભાગીદારી દરમિયાન કંઈક એવું બન્યું જે ખૂબ જ રસપ્રદ હતું. ખરેખર, ઇંગ્લેન્ડના ખેલાડીઓ અચાનક રવિન્દ્ર જાડેજા પર ગુસ્સે ભરાયા હતા. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે રવિન્દ્ર જાડેજાની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું અને તેનું કારણ રવિન્દ્ર જાડેજાના ફ્લાંગ હતી.

રવીન્દ્ર જાડેજાની ફલાંગ પર હોબાળો

તમે વિચારી રહ્યા હશો કે રવિન્દ્ર જાડેજાના ફ્લાંગ પર હોબાળો કેમ થયો. આ બનાવ પ્રથમ ઈનિગ્સની 99મી ઓવરમાં બની, જ્યારે જાડેજાએ બીજો રન લેવાનો પ્રયાસ કર્યો અને તે અચાનક વચ્ચે જ અટકી ગયો અને સ્ટ્રાઈકર્સ એન્ડ પર પાછો ગયો. સામાન્ય રીતે મેચમાં આવું થતુ હોય છે પરંતુ જાડેજાના કિસ્સામાં સમસ્યા એ હતી કે તે વિકેટની વચ્ચે આવ્યો હતો. ક્રિકેટના નિયમો અનુસાર, કોઈ પણ બેટ્સમેન, બોલર કે ફિલ્ડર પીચની વચ્ચે દોડી શકતો નથી. પીચની વચ્ચે જાડેજાને જોઈને ઈંગ્લેન્ડના ખેલાડીઓ ગુસ્સે થઈ ગયા. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તેની સાથે દલીલ પણ શરૂ કરી દીધી. પછી અમ્પાયરે આવીને જાડેજાને કંઈક પૂછ્યું.

ઈંગ્લેન્ડને પીચ પર દોડતા રવિન્દ્ર જાડેજાથી કેમ સમસ્યા થઈ ?

ઈંગ્લેન્ડના ખેલાડીઓને પીચની વચ્ચે દોડતા રવિન્દ્ર જાડેજાથી સમસ્યા થઈ રહી છે, કારણ કે આ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. મતલબ કે આ ટીમે એજબેસ્ટન પીચ પર ચોથી ઇનિંગ રમવી પડશે. જો કોઈ કારણોસર પીચ ખરાબ થઈ જાય, તો ચોથી ઇનિંગમાં બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ બનશે. ખેલાડીઓ સ્પાઇક્સ પહેરીને રમે છે અને તેના કારણે પીચ ખરાબ થઈ શકે છે.

જાડેજા સદી ચૂકી ગયો

રવીન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી, પરંતુ તે પોતાની કારકિર્દીની પાંચમી ટેસ્ટ સદી ફટકારવાથી ચૂકી ગયો. જોશ ટંગના શાનદાર બાઉન્સરને જાડેજા સમજી શક્યો નહીં અને બોલ તેના ગ્લોવ્ઝ પર વાગીને વિકેટકીપર જેમી સ્મિથના ગ્લોવ્ઝમાં ગયો. જાડેજાએ આઉટ થતાં પહેલાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. તે માત્ર પ્રથમ ભારતીય જ નહીં પરંતુ ઇંગ્લેન્ડની ધરતી પર 700 થી વધુ ટેસ્ટ રન બનાવનાર અને 25 થી વધુ વિકેટ લેનાર પ્રથમ એશિયન ખેલાડી પણ બન્યો. હવે જે રીતે જાડેજાએ બેટિંગ કરી તેવી જ રીતે તેની પાસેથી સારી બોલિંગની પણ અપેક્ષા રાખવામાં આવશે.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો