બેન સ્ટોકે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સાથે હાથ ન મિલાવતા હોવાનો VIDEO સામે આવ્યો, વીડિયોની સચ્ચાઈ જાણો

Ben Stokes refused to handshake truth: બેન સ્ટોકસના વાયરલ વીડિયોની પોલ હવે ખુલ્લી ચુકીછે. તેની સત્યતા સામે આવી છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે,સ્ટોરી આવી નથી. હવે સવાલ છે કે, વાયરલ વીડિયોમાં મિસિંગ શું છે ? એવું શું થયું જે જોવા મળી રહ્યું નથી.

બેન સ્ટોકે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સાથે હાથ ન મિલાવતા હોવાનો VIDEO સામે આવ્યો,  વીડિયોની સચ્ચાઈ જાણો
| Updated on: Jul 28, 2025 | 12:57 PM

માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો થયા બાદ, ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બેન સ્ટોક રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સાથે હાથ મિલાવતો નથી. વીડિયો પિચના એરિયાનો છે. જ્યાં સ્ટોક્સ પોતાની ટીમના સાથી ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે પરંતુ ભારતીય બેટ્સમેન રવિનદ્ર જાડેજા અને વોશિગ્ટન સુંદર સામે આવે છે પરંતુ તેની સાથે હાથ મિલાવવાનો ઈન્કાર કર્યો હતો.

હવે એ સવાલ છે કે, આ વીડિયોમાં કેટલ્લી સચ્ચાઈ છે? શું વીડિયોમાં જે ઘટના જોવા મળી છે તે સાચી છે કે પછી આખી સ્ટોરી કાંઈ અલગ છે? આ બધા સવાલનો જવાબ મળી ચૂક્યો છે. સરળ ભાષામાં કહીએ તો બેન સ્ટોકનો હાથ ન મિલાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેની પોલ હવે ખુલી ગઈ છે.

બેન સ્ટોકનો વાયરલ વીડિયો

જે વીડિયો વાયરલ થયો છે. તે સ્ટોરીનો સેકન્ડ પાર્ટ છે. ટુંકમાં બેન સ્ટોક જ્યારે રવિન્દ્ર જેડાજા અને વોશિગ્ટન સુંદર સાથે હાથ મિલાવી ચૂક્યો હતો, આ વીડિયો તેની આગળની ઘટનાનો છે.

 

 

આ વીડિયોની સચ્ચાઈ શું છે

વાયરલ થઈ રહેલો આ વીડિયો પહેલાના વીડિયોમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જાડેજા અને સુંદર સાથે સ્પષ્ટ રીતે હાથ મિલાવી રહ્યો છે. બેન સ્ટોક પહેલા જાડેજા સાથે હાથ મિલાવે છે. ત્યારબાદ વોશિગ્ટન સુંદર સાથે હાથ મિલાવે છે. હવે એક વખત હાથ મિલાવી દીધા છે તો બીજી વખત હાથ મિલાવવાનો કોઈ મતલબ નથી. આ કારણે વાયરલ વીડિયોમાં તે આ બંન્ને સાથે હાથ મિલાવતો નથી.

 

 

બેન સ્ટોકે પણ જાડેજા અને સુંદરની બેટિંગની પ્રશંસા કરી

જો બેન સ્ટોકને રવિન્દ્ર જાડેજા કે વોશિંગ્ટન સુંદર સામે ગુસ્સો હતો, તો પછી તે પ્રેસ કોન્ફરન્સમાં તેમની પ્રશંસા કેમ કરશે? સ્ટોક્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ,રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર જે રીતે બેટિંગ કરે છે તે પ્રશંસનીય છે.

મૈનચેસ્ટર ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા અને વોશિગ્ટન સુંદર બંન્નેએ સદી ફટકારી છે. રવિન્દ્ર જાડેજાએ 185 બોલમાં અણનમ 107 રન બનાવ્યા છે. તો વોશિગ્ટન સુંદરે 206 બોલનો સામનો કરી અણનમ 101 રન બનાવ્યા હતા. ભારતના મૈનચેસ્ટર ટેસ્ટ ડ્રો કરાવવામાં આ બંન્ને ખેલાડીનો મોટો ફાળો રહ્યો છે.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. અહી ક્લિક કરો

 

Published On - 11:37 am, Mon, 28 July 25