Dinesh Karthik : મેદાનમાં દિનેશ કાર્તિકને એક છોકરી પર ગુસ્સો કેમ આવ્યો, જુઓ VIDEO

|

Sep 27, 2022 | 11:24 AM

ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં દિનેશ કાર્તિકે 212.50ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, જે તેની તાકાત છે.

Dinesh Karthik : મેદાનમાં દિનેશ કાર્તિકને એક છોકરી પર ગુસ્સો કેમ આવ્યો, જુઓ VIDEO
દિનેશ કાર્તિકની ઈજાને લઈને કોચ દ્રવિડનું મોટું અપડેટ

Follow us on

VIDEO: દિનેશ કાર્તિક આમ તો કૂલ છે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટી-20 સિરીઝ (T-20 series) જીત્યા બાદ તે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શક્યો નથી. કાર્તિકનો ગુસ્સે ભરેલો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેનો ક્રોધ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સાથે એ પણ જાણવા મળે છે કે તેઓ કોના પર અને કેમ ગુસ્સે છે. આ વીડિયોમાં દિનેશ કાર્તિક એક છોકરી સાથે અથડાય છે. દિનેશ કાર્તિક (Dinesh Karthik)નો આ લુક જોઈને ક્રિકેટ ચાહકો દંગ રહી ગયા છે.

કાર્તિકે ગુસ્સા પાછળની સ્ટોરી જણાવી હતી. તમને જણાવી દઈએ કે, હૈદરાબાદમાં ટી 20 સીરિઝની છેલ્લી મેચમાં દિનેશ કાર્તિક એક રન બનાવી અણનમ રહ્યો હતો. આ સમગ્ર સીરિઝમાં તેમણે 212.50 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે જે તેની તાકાત છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દિનેશ કાર્તિકના ગુસ્સાનો શિકાર બની છોકરી

હવે જાણો મેદાન પર બેટથી વરસાદ વરસાવનાર દિનેશ કાર્તિક એ જ મેદાન પર કેમ ગુસ્સે થયો, જ્યાંથી તેનો વીડિયો પણ વાયરલ થયો. આ ગુસ્સો એટલા માટે આવ્યો હતો કારણ કે એક છોકરીએ તેને સ્પર્શ કર્યો હતો. હવે કદાચ અજાણતામાં આવું બન્યું હશે પણ દિનેશ કાર્તિકને આ કૃત્ય પર ગુસ્સો આવ્યો હતો.આ વાયરલ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે દિનેશ કાર્તિક કેવી રીતે યુવતી પર ગુસ્સે થઈ રહ્યો છે. આટલું જ નહીં, યુવતી પોતાની ભૂલ સ્વીકારતી વખતે તેમને શાંત કરવાનો અને સમજાવવાનો પ્રયાસ પણ કરી રહી છે.

શું છોકરી BCCI ટીમનો ભાગ છે?

જો કે, જે છોકરી પર દિનેશ કાર્તિકને ગુસ્સો આવ્યો હતો, તે BCCI અને ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મેદાન પર રહેલી યુવતીએ ભારતીય ખેલાડીઓ જેવી જ જર્સી પહેરી છે. એ પણ બની શકે કે કાર્તિક મજાકમાં પણ તે છોકરી પર ગુસ્સે થયો હોય ભારતે ઓસ્ટ્રેલિયા (India vs Australia) ને હરાવીને 3 ટી-20 મેચ ની શ્રેણી 2-1થી જીતી લીધી છે. હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી મેચ ભારતે 6 વિકેટના અંતરથી જીતી લીધી હતી.

Next Article