ભારત પ્રવાસ પહેલા ઈંગ્લેન્ડની ટીમે કરી દીધી મોટી ભૂલ, Nasir Hussain ભડક્યો

ઈગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસીર હુસેને કહ્યું હતું કેમ હું આ સ્થિતિ ને ઓછી કરવાની મહેનત કરી રહ્યો છું. પસંદગીકારો માટે મુશ્કેલ કામ છે, પરંતુ ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે તમારી પાસે શ્રેષ્ઠ ટીમ હોવી જોઈએ

  • Tv9 webdesk41
  • Published On - 18:50 PM, 24 Jan 2021
The big mistake made by the England team before the India tour, Nasir Hussain erupted
Nasser-Hussain-England

પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન Nasir Hussainનું માનવું છે કે, પાંચ ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં શરૂ થનારી Test matchની શ્રેણીની પ્રથમ બે મેચોમાં Englandના  પસંદગીકારોએ જોની બેરસ્ટોને આરામ કરીને ભૂલ કરી છે. નાસિર હુસૈન ઇંગ્લેન્ડના પસંદગીકારોને તેમના નિર્ણય પર પુનર્વિચારણા કરવા જણાવ્યું છે. ગયા અઠવાડિયે શ્રીલંકા સામે ગૌલમાં પ્રથમ ટેસ્ટ મેચમાં જોની બેરસ્ટોએ 47 અને 35 રન બનાવ્યા હતા.

Nasir Hussain

Nasir Hussain

જોની બેરસ્ટોને પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર રાખવો એ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની (ECB) ખેલાડીઓને વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે આરામ દેવાની નીતિનો એક હિસ્સો છે. ઇંગ્લેન્ડે આ કેલેન્ડરમાં વર્ષે 17 ટેસ્ટ અને આઇસીસી ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે.

નાસિર હુસૈન મિડીયા સાથે વાતચીત કરતા કહ્યું, ‘મારો કહેવાનો અર્થ એ છે કે આ ચિંતાનો વિષય છે, કારણ કે જોની બેયરસ્ટો સ્પિન સામે ઇંગ્લેન્ડના ત્રણ શ્રેષ્ઠ બેટ્સમેન પૈકી એક છે. આ ત્રણેય ખેલાડીઓમાં જો રૂટ અને બેન સ્ટોક્સ સાથે જોની બેરસ્ટોનો સમાવેશ થાય છે, પરંતુ તેને ઘરે પરત ફરવાનું કહેવામાં આવ્યું છે અને બાકીના લોકો ચેન્નઈ જઇ રહ્યા છે.

નાસિર હુસૈન વધુમાં કહ્યું હતું કે, ‘આ અંગે ફરીથી વિચાર કરવો પડશે. ખેલાડીઓ કોરોના જેવી મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે તે એક ખરાબ સ્વપ્ન સમાન છે. તેને ગત ઉનાળો અને IPLમાં (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં દિવસો પસાર કરવા પડ્યા હતા. તે પછી ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા ગયા, હવે શ્રીલંકા છે, ત્યારબાદ ભારત ગયા અને પછી આઈપીએલમાં પણ રમશે.

આ પૂર્વ કેપ્ટનએ કહ્યું હતું કેમ હું આ સ્થિતિ ને ઓછી કરવાની મહેનત કરી રહ્યો છું. પસંદગીકારો માટે મુશ્કેલ કામ છે, પરંતુ ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે તમારી પાસે શ્રેષ્ઠ ટીમ હોવી જોઈએ. નાસિર હુસૈન વધુમાં કહ્યું, ‘તમારે ભારતીય પ્રવાસ માટે રોટેશન આપવા અથવા આરામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અથવા આ મહત્વપૂર્ણ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ પર ધ્યાન રાખીને તમારી શ્રેષ્ઠ ટીમ પસંદ કરવી જોઈએ.’

આ પૂર્વ બેટ્સમેને કહ્યું કે ઓસ્ટ્રેલીયાની તેં જમીન પર 2-1થી હરાવીને આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ વિરુદ્ધ તેની શ્રેષ્ઠ પ્રદર્શન નહિ કરી શકે આ પાછળ ઇંગ્લેન્ડના ચાહકો જવાબદાર છે.

નાસિર હુસૈનએ કહ્યુ હતું કે, જ્યારે વિકેટ વળાંક લે છે તો ઈંગ્લેન્ડના ચાહકો જુએ છે કે બે વિકેટ માટે 20 રન છે. પછી તેઓ પ્રશ્નો પૂછી શકે છે. હું ટીમમાં સ્પિન સામે મારો શ્રેષ્ઠ બેટ્સમેન ઇચ્છું છું અને બેરસ્તો આવા બેટ્સમેન છે અથવા આવા બેટ્સમેનોમાં સામેલ છે.