AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India ના ત્રણ સ્ટાર બેટ્સમેન ટેસ્ટ મેચની બંને ઇનીંગમાં શતક લગાવવાની સિદ્ધી ધરાવે છે, જાણો

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. ભારતીય ટીમને સિરીઝ દરમ્યાન તેમના સ્ટાર બેટ્સમેનો પાસેથી મોટી ઇનીંગની અપેક્ષા વર્તાઇ રહી છે. કોહલીના બેટથી પણ લાંબા સમયથી શતક નિકળી શક્યુ નથી.

Team India ના ત્રણ સ્ટાર બેટ્સમેન ટેસ્ટ મેચની બંને ઇનીંગમાં શતક લગાવવાની સિદ્ધી ધરાવે છે, જાણો
Ajinkya Rahane-Rrohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 4:27 PM
Share

ભારતીય ટીમ (Team India) હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે છે. જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાઇ રહી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ પરિણામ વિના જ સમાપ્ત થઇ હતી. ભારતીય ટીમ તરફથી ઇંગ્લેન્ડ સામે નોટિંગહામ ટેસ્ટ (Nottingham Test) મેચમાં બોલરોએ શાનદાર દેખાવ કર્યો હતો. હવે બેટ્સમેનોએ પોતાનુ કૌશલ્ય દર્શાવવાની જરુરિયાત છે. વર્તમાન ટીમમાં વિરાટ કોહલી (Virat Kohli) સહિત એવા ખેલાડીઓ મોજૂદ છે, જે અગાઉ એક જે ટેસ્ટ મેચમાં બંને ઇનીંગમાં શતક લગાવી ચુક્યા છે.

ક્રિકેટમાં ટેસ્ટ ફોર્મેટને મહત્વનુ માનવામાં આવે છે. આ ફોર્મેટમાં ખેલાડીઓએ પોતાને રમતના દરેક તબક્કામાં પોતાને સાબિત કરી આગળ વધવાનુ હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં ટેકનીકના રુપમાં ખૂબ મજબૂત ખેલાડી હોય તે વધારે સફળ રહી શકે છે. કારણ કે લાલ દડાનો સામનો કરવો મુશ્કેલ હોય છે. કારણ કે આ બોલમાં સ્વિંગ થવા અને બોલર પાસે દબાણ વધારવાની તકો વધારે હોય છે. આમ છતાં કેટલાક બેટ્સમેનો ટેસ્ટ ક્રિકેટમાં શતક બંને ઇનીંગમાં લગાવી ચુક્યા છે, આવા બેટ્સમેનો પર કરીશુ એક નજર.

વિરાટ કોહલી, કેપ્ટન

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી આ સિદ્ધી નોંધાવી ચુક્યો છે. જોકે વર્ષ 2019 થી તે ક્રિકેટમાં શતક નોંધાવી શક્યો નથી. વર્ષ 2014-15 દરમ્યાન ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો. આ દરમ્યાન એડિલેડમાં કોહલીએ પ્રથમ ઇનીંગમાં 115 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનીંગમાં 290 રન બનાવીને ઇનીંગ ઘોષિત કરી હતી. જેને લઇ ભારતને 364 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. કોહલીએ બીજી ઇનીંગમાં 141 રનની ઇનીંગ રમી હતી. જોકે કોહલી આ મેચને જીતાડી શકવા સફળ થઇ શક્યો નહોતો.

અજીંક્ય રહાણે, વાઇસ કેપ્ટન

વર્ષ 2015માં દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમાઇ હતી. જે ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનીંગમાં અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ 127 રનની ઇનીંગ રમી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ 334 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ હતી. જેની સામે આફ્રિકાની ટીમ પ્રથમ ઇનીંગમાં માત્ર 121 રનમાં જ સમેટાઇ ગઇ હતી. બીજી ઇનીંગમાં ભારતીય ટીમે રહાણેના બીજા શતકને લઇને 481 રનનુ લક્ષ્ય ખડક્યુ હતુ. રહાણેએ બીજી ઇનીંગમાં અણનમ સદી નોંધાવી હતી. બીજી ઇનીંગમાં આફ્રિકા 143 ના સ્કોર પર જ ઓલઆઉટ થયુ હતુ.

રોહિત શર્મા, ભારતીય ઓપનર

વર્તમાનમાં ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ (Rohit Sharma) ઓપનર તરીકે બેટીંગ કરવા પહેલા આ સિદ્ધી હાંસલ કરી હતી. તેણે 2019માં દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમના મેદાનમાં તેણે બંને ઇનીંગમાં શતક લગાવ્યા હતા. જે મેચમાં પ્રથમ મેચમાં 176 રન કર્યા હતા, જ્યારે બીજી ઇનીંગમાં 127 રન બનાવ્યા હતા. ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટને 203 રનથી જીતી લીધી હતી. જેમાં રોહિત શર્માની રમતનુ મહત્વનુ યોગદાન રહ્યુ હતુ.

આ પણ વાંચોઃ  IPL 2021: આગળની મેચોને લઇ BCCI દ્વારા નિયમોમાં પરિવર્તન, સ્ટેન્ડમાં પહોંચેલી સિક્સ બાદ થશે આમ

આ પણ વાંચોઃ BAN vs AUS: ઓસ્ટ્રેલિયાની શરમજનક હાલત, બાંગ્લાદેશના આસાન પડકાર સામે માત્ર 62 માં ઓલઆઉટ

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">