FIFA World Cup જોવા USA પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર, લિયોનેલ મેસ્સીની જર્સીમાં વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટથી થોડો વિરામ મળતાં જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનરે પોતાનું એક મોટું સપનું પૂરું કર્યું હતું. FIFA વર્લ્ડ કપ 2026 ની મેચ જોવા માટે આ સ્ટાર ખેલાડી ન્યૂયોર્ક પહોંચ્યો હતો. લિયોનેલ મેસ્સીની જર્સીમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

FIFA World Cup જોવા USA પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર, લિયોનેલ મેસ્સીની જર્સીમાં વીડિયો વાયરલ
Yashasvi Jaiswal FIFA World Cup
Image Credit source: Instagram
| Updated on: Jul 02, 2026 | 5:29 PM

ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં ભારત-ઈંગ્લેન્ડ T20 અને ODI શ્રેણીનો ભાગ નથી. આ દરમિયાન તેણે ક્રિકેટથી થોડો સમય કાઢીને FIFA વર્લ્ડ કપ 2026 નો રોમાંચ માણવાનો નિર્ણય લીધો હતો. તે ન્યૂયોર્કમાં ફ્રાન્સ અને સ્વીડન વચ્ચે રમાયેલી રાઉન્ડ ઓફ 32 ની મેચ જોવા પહોંચ્યો હતો.

મેસ્સીની જર્સીમાં જોવા મળ્યો ભારતીય સ્ટાર

સ્ટેડિયમમાં હાજર યશસ્વી જયસ્વાલ લિયોનેલ મેસ્સીના નામ અને નંબરવાળી આર્જેન્ટિનાની જર્સી પહેરેલો જોવા મળ્યો હતો. તેણે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. યશસ્વી જયસ્વાલની આ તસવીરો અને વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે તે મેસ્સીનો મોટો ફેન છે.

 

‘બકેટ લિસ્ટ’નું સપનું થયું પૂરું

યશસ્વી જયસ્વાલે વીડિયો શેર કરતાં લખ્યું કે FIFA વર્લ્ડ કપની મેચ સ્ટેડિયમમાં બેસીને જોવી તેની ‘બકેટ લિસ્ટ’માં સામેલ હતી. તેણે જણાવ્યું કે જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે, જેને દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એકવાર જીવવા માંગે છે અને તેના માટે આ એ જ અનુભવ છે, જે ખૂબ જ ખાસ રહ્યો હતો.

ફ્રાન્સે સ્વીડનને 3-0 થી હરાવ્યું

જે મેચ જોવા યશસ્વી જયસ્વાલ પહોંચ્યો હતો તેમાં ફ્રાન્સે સ્વીડનને 3-0 થી હરાવીને રાઉન્ડ ઓફ 16 માં પ્રવેશ કર્યો હતો. ફ્રાન્સે આખી મેચ દરમિયાન શાનદાર રમત દેખાડી અને નોકઆઉટ તબક્કામાં પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી હતી.

 

પહોંચી શકે આર્જેન્ટિનાની મેચ જોવા જશે?

મેસ્સીનો ચાહક હોવાના કારણે એવી ચર્ચા છે કે યશસ્વી જયસ્વાલ આર્જેન્ટિનાની આગામી રાઉન્ડ ઓફ 32ની મેચ પણ જોવા પહોંચી શકે છે. હાલમાં તે ઈંગ્લેન્ડ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. એવામાં તે ફૂટબોલ વર્લ્ડ કપનો આનંદ માણી રહ્યો છે, જે તેના માટે યાદગાર અનુભવ બની ગયો છે.

Breaking News: ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, 5 નહીં ફક્ત 2 મેચ રમશે ટીમ ઈન્ડિયા

Follow Us