Team India:રવિ શાસ્ત્રી કહ્યુ આ ખેલાડી હવે ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવશે, શ્રેયસ અય્યર માટે બનશે ખતરો

|

Oct 29, 2022 | 9:53 AM

ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે અને આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવને આ ફોર્મેટ માટે ટીમમાં સ્થાન મળે છે કે કેમ તેના પર નજર રહેશે.

Team India:રવિ શાસ્ત્રી કહ્યુ આ ખેલાડી હવે ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવશે, શ્રેયસ અય્યર માટે બનશે ખતરો
Suryakumar Yadav ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શકે છે?

Follow us on

હાલમાં આ દિવસોમાં માત્ર ટી-20 ક્રિકેટ માટે જ વાતાવરણ ચાલી રહ્યું છે. ટેસ્ટ કે વનડે ફોર્મેટની કોઈને પરવા નથી. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ વિશ્વભરના દિગ્ગજો અને સ્ટાર્સથી સજાવવામાં આવ્યો છે અને વર્લ્ડ ચેમ્પિયન બનવાની સ્પર્ધામાં રોમાંચક મેચો જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા માટે પણ વર્લ્ડ કપ સારો સાબિત થયો છે, જેણે શરુઆતની પોતાની બંને મેચ જીતી છે. આમાં સૂર્યકુમાર યાદવે ખાસ ભૂમિકા ભજવી છે. આ સ્ટાઇલિશ બેટ્સમેને પોતાની સ્ટાઈલમાં ધમાકેદાર અડધી સદી ફટકારી છે. સતત સારા પ્રદર્શન બાદ આખરે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તે વાત કરી છે જે ઘણા ભારતીય ચાહકોના મનમાં છે.

નેધરલેન્ડ સામેની વર્લ્ડકપ મેચમાં ભારતની બીજી મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં અણનમ 51 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને 179 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. નેધરલેન્ડ માટે આ સ્કોર ઘણો મોટો સાબિત થયો અને ભારતે આ મેચ 56 રને જીતી લીધી. સૂર્યાને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે, તેની ઇનિંગ્સથી કોઈને આશ્ચર્ય થયું ન હતું કારણ કે તે છેલ્લા દોઢ વર્ષથી આમ જ કરી રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ટેસ્ટ ક્રિકેટમાં તોફાન મચાવશે

આ બધાની વચ્ચે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક એવો મુદ્દો ઉઠાવ્યો છે, જેના પર હાલમાં કોઈનું ધ્યાન નથી, પરંતુ આવનારા સમયમાં તે ચર્ચામાં આવશે તે નિશ્ચિત છે. નેધરલેન્ડ સામેની જીત બાદ સૂર્યકુમાર સાથે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું કે તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર છે.

શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે તે ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે. હું જાણું છું કે ટેસ્ટ ક્રિકેટમાં લોકો તેના વિશે વાત કરતા નથી. આ છોકરો ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે અને લોકોને સરપ્રાઈઝ પણ કરી શકે છે. તેને પાંચ નંબર પર મોકલો અને તેને ગભરાટ પેદા કરવા દો.

 

 

સૂર્યાએ આ અંગે કંઈ ન કહ્યું, પરંતુ પોતાના ડેબ્યૂને યાદ કરતા કહ્યું કે કેવી રીતે પૂર્વ કોચે તેને મુક્તપણે રમવાની સલાહ આપી હતી. સૂર્યાએ 2021માં શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. સૂર્યાએ કહ્યું, મને હજુ યાદ છે કે તેણે મને બોલાવ્યો હતો. મારા ડેબ્યુ પહેલા, તે પૂલ પાસે બેઠો હતો અને કહ્યું–જેક બિન્દાસ ખેલ. મને તે હજુ પણ યાદ છે અને મને તે ગમે છે.

ટેસ્ટમાં એન્ટ્રી, શ્રેયસને ખતરો?

સૂર્યકુમાર યાદવે પોતાની કારકિર્દીમાં 77 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 44ની એવરેજથી 5326 રન બનાવ્યા છે. તેણે 14 સદી પણ ફટકારી છે. હવે આવું થશે કે નહીં તે તો થોડા અઠવાડિયા પછી જ ખબર પડશે. ભારતીય ટીમે વર્લ્ડકપ બાદ ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની છે.

આવી સ્થિતિમાં જો શાસ્ત્રીની વાત સાચી હોય અને સુર્યાને સ્થાન મળે તો તે શ્રેયસ અય્યર માટે ખતરાની ઘંટડી સાબિત થઈ શકે છે. શ્રેયસને એક વર્ષ પહેલા ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું અને તે ટીમ માટે પાંચમા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. જોકે, શ્રેયસનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું છે અને તેણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે જોરદાર ઇનિંગ્સ રમી હતી.

Published On - 9:45 am, Sat, 29 October 22

Next Article