Asia Cup પહેલા ભારતને ઝટકો, રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ

|

Aug 23, 2022 | 10:49 AM

એશિયા કપ ( Asia Cup) 2022 પહેલા ભારતીય કોચ રાહુલ દ્રવિડ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

Asia Cup  પહેલા ભારતને ઝટકો, રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ
Asia Cup પહેલા ભારતને ઝટકો, રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ
Image Credit source: Twitter

Follow us on

એશિયા કપ 2022 ( Asia Cup) માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા પણ UAE જવા રવાના થઈ ગઈ છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ ટીમ સાથે UAE નહીં જાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ દ્રવિડને કોરોના (Corona) થઈ ગયો છે અને હવે એશિયા કપમાં તે હાજર રહેશે કે નહિ તે હજુ સામે આવ્યું નથી.અહેવાલો અનુસાર, ભારતીય કોચનો કોવિડ 19 ટેસ્ટ UAE જતા પહેલા કરવામાં આવ્યો હતો. જોકે, બીસીસીઆઈ (BCCI) તરફથી દ્રવિડના સ્વાસ્થ્ય અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

લક્ષ્મણને કોચની જવાબદારી મળી શકે છે

જો દ્રવિડ એશિયા કપમાંથી બહાર થઈ જાય છે તો VVS લક્ષ્મણ UAEમાં કોચની ભૂમિકા નિભાવી શકે છે. નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ લક્ષ્મણ છેલ્લા 3 મહિનાથી ટીમ ઈન્ડિયા સાથે છે. તેણે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને કોચિંગ આપ્યું, જ્યાં ભારતે ODI સિરીઝ3-0થી જીતી. એશિયા કપ પહેલા દ્રવિડને આરામ આપવામાં આવ્યો હતો અને ઝિમ્બાબ્વે પ્રવાસ પર લક્ષ્મણને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ એશિયા કપ પહેલા દ્રવિડના સમાચાર આવ્યા બાદ ચાહકોમાં ભારે નિરાશા છવાઈ ગઈ છે. ભારત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ભારતને એક પછી એક મોટો આંચકો

એશિયા કપ પહેલા ભારતને એક પછી એક મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે અને હવે ટીમ ઈન્ડિયાને દ્રવિડનો સપોર્ટ પણ મળી શકશે નહીં. લક્ષ્મણે આયર્લેન્ડ સામે પણ ટીમ ઈન્ડિયાની જવાબદારી સંભાળી હતી અને હવે માનવામાં આવી રહ્યું છે કે તે એશિયા કપમાં પણ પોતાની જીતની સફર જારી રાખી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

પાકિસ્તાન (Pakistan Cricket Team) નો નેધરલેન્ડ પ્રવાસ ખતમ. ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ પણ સમાપ્ત થયો. હવે એશિયા કપ (Asia Cup 2022) નો વારો છે. એશિયન ક્રિકેટમાં ફરી પોતાની શક્તિ સાબિત કરવા. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, બધા તૈયાર છે. દુબઈ નવ મેચોની યજમાની કરશે. ચાર મેચો આઇકોનિક શારજાહ સ્ટેડિયમમાં યોજાશે,

એશિયા કપ (Asia Cup 2022) માં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે મેચ રમાશે,

Published On - 10:31 am, Tue, 23 August 22

Next Article