AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્રોમોમાં ‘કેપ્ટન કુલ’ એમએસ ધોનીનો જોવા મળ્યો મજેદાર અવતાર, જુઓ વીડિયો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની એક નવા અવતારમાં જોવા મળી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સને પણ આ પ્રોમોમાં ધોનીનો નવો અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્રોમોમાં 'કેપ્ટન કુલ' એમએસ ધોનીનો જોવા મળ્યો મજેદાર અવતાર, જુઓ વીડિયો
MS DhoniImage Credit source: X/starsports
| Updated on: Jan 30, 2025 | 5:41 PM
Share

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે પાકિસ્તાન આ મેગા ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે 7 ટીમોની ટીમ જાહેર કરવામાં આવી છે પરંતુ પાકિસ્તાને હજુ સુધી તેની ટીમની જાહેરાત કરી નથી. અઅ બધા વચ્ચે હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની જોવા મળી રહ્યો છે.

ધોની નવા અવતારમાં જોવા મળ્યો

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના નવા પ્રોમોમાં, એમએસ ધોની બરફીલા પહાડો પર જોવા મળી રહ્યો છે. આમાં ધોની પોતાને ઠંડક આપવા માટે બરફનો ઉપયોગ કરતો જોવા મળે છે. આ દરમિયાન ધોનીને એવું કહેતા સાંભળી શકાય છે કે, “જ્યારે હું કેપ્ટન હતો, ત્યારે કૂલ રહેવું સરળ હતું પરંતુ ફેન તરીકે ચેમ્પિયન્સ ટ્રોફી જોવી સરળ નથી.” ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

DRS – ધોની રેફ્રિજરેશન સિસ્ટમ

ધોનીને ‘કેપ્ટન કૂલ’ કહેવામાં આવે છે, અને આ પ્રોમો વીડિયોમાં ધોની ચેમ્પિયન્સ ટ્રોફીના તંગ વાતાવરણને સૂચવતા બરફથી ભરેલા બાથ ટબમાં બેઠેલો જોઈ શકાય છે. પ્રોમોમાં ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)ને ધોનીની કેપ્ટન કૂલ ઈમેજ સાથે જોડી માટે ‘ધોની રેફ્રિજરેશન સિસ્ટમ’ તરીકે દર્શાવવામાં આવી છે.

ફેન્સને ધોનીનો વીડિયો પસંદ આવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફીને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ચેમ્પિયન કેપ્ટન ભારતનો ભૂતપૂર્વ સુકાની એમએસ ધોની ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રોમો વીડિયોમાં છવાઈ ગયો છે. ફેન્સને આ પ્રોમો અને વીડિયોમાં ધોનીની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. પહેલીવાર ધોનીને ફેન્સ આ અવતારમાં જોઈને ખુશ છે.

ત્રણ ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન

ધોની ત્રણેય ICC મર્યાદિત-ઓવર ટૂર્નામેન્ટ્સ (ODI WC 2011, ચેમ્પિયન્સ ટ્રોફી 2012 અને T20 WC 2007) જીતનાર એકમાત્ર કેપ્ટન છે, તે સત્તાવાર બ્રોડકાસ્ટર્સ સ્ટાર સ્પોર્ટ્સ માટેના પ્રોમોમાં ટૂર્નામેન્ટનો પ્રચાર કરી રહ્યો છે. ધોનીના કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન ભારત ODI-T20માં ટોચ પર હતું. ટીમ ઈન્ડિયાએ તમામ ICC ટાઈટલ જીત્યા હતા.

આ પણ વાંચો: 5 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં કેએલ રાહુલની નિરાશાજનક વાપસી, 24 બોલમાં કોઈ રન બનાવ્યા નહીં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
g clip-path="url(#clip0_868_265)">