સૂર્યકુમાર યાદવ હાલ તમિલનાડુમાં ચાલી રહેલી બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તેની હાજરી છતાં મુંબઈની ટીમની સ્થિતિ તંગ બની ગઈ છે. TNCA XI સામેની મેચમાં મુંબઈની ટીમ માત્ર 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં સૂર્યનું બેટ પણ કામ નહોતું કર્યું. જો કે આ મેચમાં સૂર્યાએ મેદાન પર જ માફી માંગવી પડી હતી અને તેનું કારણ તેની બોલિંગ હતી. વાસ્તવમાં, TNCA XIની બીજી ઈનિંગ દરમિયાન, સૂર્યકુમાર યાદવ ઓવર નાખવા આવ્યો. તેણે માત્ર એક ઓવર નાખી અને એક બોલ એવી રીતે ફેંક્યો કે તેણે માફી માંગવી પડી.
સૂર્યકુમાર યાદવે તેના છ બોલમાંથી એક બોલ સીધો જ બેટ્સમેનની છાતી પર ફેંક્યો, જેમાં ચોગ્ગો લાગ્યો. આ પછી સૂર્યકુમાર યાદવે તેની ખરાબ બોલિંગ માટે માફી માંગી હતી. બીજી ઓવર સુધી સૂર્યકુમાર યાદવ આવ્યો ન હતો. જોકે સૂર્યકુમાર યાદવ એટલો ખરાબ બોલર નથી. હાલમાં જ સૂર્યકુમારે શ્રીલંકા સામેની T20 મેચમાં 2 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી.
બુચી બાબુ ટૂર્નામેન્ટમાં TNCA XI સામે મુંબઈની હાલત ખરાબ છે. પ્રથમ બેટિંગ કરતા TNCA XIએ 379 રન બનાવ્યા અને જવાબમાં મુંબઈની ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુંબઈના મોટા બેટ્સમેન રમ્યા નહોતા. સૂર્યકુમાર યાદવ 30 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર માત્ર બે રન બનાવી શક્યો હતો. મુશીર ખાન 16 રન બનાવીને આઉટ થયો હતો અને સરફરાઝ ખાન 6 રન બનાવીને આઉટ થયો હતો.
— Cricket Cricket (@cricket543210) August 29, 2024
આ પછી TNCA XIએ બીજી ઈનિંગમાં 286 રન બનાવ્યા હતા. મુંબઈને હવે 510 રનનો ટાર્ગેટ મળ્યો છે. જવાબમાં આ ટીમે બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 6 રન બનાવી લીધા છે. હવે સૌનું ધ્યાન સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર પર રહેશે, જેઓ બંને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો સિલસિલો યથાવત, વધુ એક ભારતીય ક્રિકેટરે લીધી નિવૃત્તિ
Published On - 10:00 pm, Thu, 29 August 24