ઇંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝ બાદ ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં થશે ફેરફાર? અનેક સભ્યો પદ છોડે તેવી ચર્ચા !

સૂત્રો અનુસાર, ઇંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝ ખતમ થયા બાદ ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે તેની પાછળ ટીમનું ખરાબ પ્રદર્શન છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

ઇંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝ બાદ ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં થશે ફેરફાર? અનેક સભ્યો પદ છોડે તેવી ચર્ચા !
Team India Coaching Staff
Image Credit source: AI Generated
| Updated on: Jul 11, 2026 | 2:39 PM

ભારત-ઇંગ્લેન્ડ ટી20 સિરીઝ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. જોકે આ ફેરફાર આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમના ખરાબ પ્રદર્શન સાથે છે કે નહીં તે હજી સુધી સ્પષ્ટ નથી થયું મળે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કોચિંગ સ્ટાફનો એક સભ્ય ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયાથી અલગ થઈ શકે છે અને તે IPL ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈ શકે છે. ત્યારબાદ કોચિંગ સ્ટાફનો વધુ એક સભ્ય પણ પોતાની જવાબદારી છોડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એકથી વધુ કોચિંગ સ્ટાફના સભ્યો ટીમ છોડશે?

સૂત્રો અનુસાર, સપોર્ટ સ્ટાફે બીસીસીઆઈ સાથે 2+1 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શરૂઆતના બે વર્ષના કાર્યકાળ પછી, તેમના કરારને એક વર્ષ માટે લંબાવવાનો વિકલ્પ પણ હતો. એવું માનવામાં આવે છે કે કોચિંગ સ્ટાફનો એક સભ્ય IPL ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત કરી રહ્યો છે અને આગામી સિઝન પહેલા તેની સાથે જોડાય તેવી શક્યતા પણ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોચિંગ સ્ટાફનો બીજો સભ્ય પણ ટૂંક સમયમાં પોતાનું પદ છોડે તેવી શક્યતા છે.

ખરાબ પ્રદર્શન છે કારણ ?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, તેના અહેવાલમાં સૂચવે છે કે સપોર્ટ સ્ટાફમાં થયેલા ફેરફારો યુકે પ્રવાસ પર નિરાશાજનક પ્રદર્શન કરતાં દક્ષિણ આફ્રિકા સામે 0-2 થી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝની હાર સાથે વધુ જોડાયેલા છે. આ સમયગાળા દરમિયાન પસંદગીકારો અને સપોર્ટ સ્ટાફ વચ્ચે થયેલા મતભેદથી મામલો જટિલ બન્યો.

હાલનો સપોર્ટ સ્ટાફ કેવો છે?

ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં છેલ્લો ફેરફાર 2024 T20 વર્લ્ડ કપ પછી થયો હતો. જ્યારે ગૌતમ ગંભીરે રાહુલ દ્રવિડને મુખ્ય કોચ તરીકે બદલ્યો હતો. રાહુલ દ્રવિડની ટીમના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે પણ ગંભીરની ટીમ સાથે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં હાલમાં અભિષેક નાયર, મોર્ને મોર્કેલ અને રાયન ડી કેટનો સમાવેશ થાય છે. આ ત્રણ ઉપરાંત સાઈરાજ બહુતુલે તાજેતરમાં સ્પિન બોલિંગ કોચ તરીકે ટીમમાં જોડાયા છે.

આ પણ વાંચો, હિટમેન અને સ્કાઈની મહેનત પર ફરશે પાણી? વધુ એક હાર અને માથા પરથી છીનવાઈ જશે સર્વશ્રેષ્ઠ ટીમનો ખિતાબ !

Published On - 2:38 pm, Sat, 11 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.