Team India કોચ રાહુલ દ્રવિડની સોશિયલ મીડિયામાં જોરદાર એન્ટ્રી, લોકોના જીત્યા દિલ

|

Jul 20, 2022 | 9:26 AM

IND vs WI: ભારતીય ક્રિકેટ ટીમ (Team India) મર્યાદિત ઓવરની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. બંને દેશો વચ્ચે શુક્રવારે પ્રથમ વનડે રમાશે.

Team India કોચ રાહુલ દ્રવિડની સોશિયલ મીડિયામાં જોરદાર એન્ટ્રી, લોકોના જીત્યા દિલ
Team India (File Photo)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) લિમિટેડ ઓવરની સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના પ્રવાસે પહોંચી ગઈ છે. આ પ્રવાસની શરૂઆત 22 જુલાઈએ 3 વન-ડેની શ્રેણી સાથે થશે. નિયમિત સુકાની રોહિત શર્મા (Rohit Sharma) ને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને શિખર ધવન (Shikhar Dhawan) વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. આ પછી, રોહિત પાંચ ટી-20ની શ્રેણી માટે ટીમમાં વાપસી કરશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અવારનવાર ફની વીડિયો શેર કરતા શિખરે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા આખા સ્ટેશનમાં જોવા મળી રહી છે. વીડિયોમાં એરપોર્ટ દેખાઈ રહ્યું છે.

ટીમ ઈન્ડિયાએ એરપોર્ટ પર શિખર ધવને શેર કરેલા ફની વીડિયોમાં સૌથી ખાસ છે ટીમના કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની એન્ટ્રી. તે પણ બાકીના ખેલાડીઓની સાથે એરપોર્ટમાંથી પૂરજોશમાં બહાર નીકળતા જોવા મળ્યા હતા. શિખર ધવનના આ વીડિયો પર દિનેશ કાર્તિકે કમેન્ટ પણ કરી છે. તેણે લખ્યું, આવા સ્ટંટ ફક્ત શિખર ધવન જ કરી શકે છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પણ આ વીડિયો જોયા પછી પોતાને રોકી શક્યો નહીં અને તેણે પણ રાહુલ દ્રવિડની સોશિયલ મીડિયામાં એન્ટ્રીને લઇને કર્યું આ એક નંબર વીડિયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શિખર ધવન ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં ખાસ સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો

શિખર ધવન હજુ પણ ભારતીય વનડે ટીમનો ભાગ છે. પરંતુ તે ટેસ્ટ અને ટી20 ટીમમાં જગ્યા શક્યો નથી. તે આ મહિનાની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણી સાથે ભારતીય વનડે ટીમમાં પાછો ફર્યો હતો. જ્યા ભારતે 2-1થી શ્રેણી જીતી હતી. જો કે આ શ્રેણીમાં ધવનનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તેણે પ્રથમ વનડેમાં અણનમ 31 રનની ઇનિંગ રમી હતી. પરંતુ, પછીની બે વનડેમાં તેનું બેટ શાંત રહ્યું અને તે 9 અને 1 રન બનાવીને આઉટ થયો. આવી સ્થિતિમાં તેની નજર વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં ફરીથી ફોર્મ મેળવવા પર રહેશે. તેની પાસે કેપ્ટન અને ઓપનરની બેવડી ભૂમિકા ભજવવાની જવાબદારી હશે.

 

યુવા ખેલાડીઓ પાસે પોતાને સાબિત કરવા માટે ખાસ તક

રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શુભમન ગિલ, ઈશાન કિશન, સંજુ સેમસન, અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ પાસે વનડે શ્રેણીમાં પોતાને સાબિત કરવાની તક હશે.

Next Article