T20 વર્લ્ડના વિશ્વ વિજેતા ખેલાડીઓ જ્યારે PM મોદીને મળ્યા ત્યારે કેવો હતો માહોલ ? જુઓ વીડિયો

|

Jul 04, 2024 | 7:17 PM

ટીમ ઈન્ડિયા આજે (4 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી. પીએમ મોદીને મળવા માટે ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વડાપ્રધાનને ટ્રોફી સોંપી હતી. ટીમ ઈન્ડિયાની પીએમ સાથેની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે.

T20 વર્લ્ડના વિશ્વ વિજેતા ખેલાડીઓ જ્યારે PM મોદીને મળ્યા ત્યારે કેવો હતો માહોલ ? જુઓ વીડિયો

Follow us on

PM મોદી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમને મળ્યા, રોહિત અને કોહલી સાથે હાથ મિલાવ્યા, ભારતીય ક્રિકેટ T20 વર્લ્ડ કપ 2024 નું ટાઇટલ જીત્યા બાદ બાર્બાડોસથી ઘરે પહોંચી ગયું છે. ગુરુવારે (4 જુલાઈ) સવારે 6 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પછી ટીમ ઈન્ડિયા દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી. ત્યાંથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે.

દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના સભ્યો સાથે વાત કરતા જોવા મળે છે. ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો વડાપ્રધાન મોદીને મળવા લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વડાપ્રધાનને T20 વર્લ્ડ કપની ટ્રોફી સોંપી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક પ્રસંગ એવો પણ આવ્યો જ્યારે પીએમ મોદીની વાત સાંભળીને ખેલાડીઓ હસવા લાગ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ 7 લોક કલ્યાણ માર્ગથી રવાના થઈ હતી. T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો અને બીજી વખત આ ફોર્મેટનું ટાઈટલ જીત્યું. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી જીત મેળવી હતી. આ પહેલા ભારતીય ટીમ 2007નો T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. તેણે ODIમાં 1983 અને 2011નો વર્લ્ડ કપ જીત્યો છે. આ વખતે વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

Published On - 7:13 pm, Thu, 4 July 24

Next Article