T20 World Cup: પહેલા દિવસે જ સર્જાયો અપસેટ, 6 રનથી બાંગ્લાદેશનો પરાજય, એક જ ખેલાડીના દમ પર સ્કોટલેન્ડે મેળવી જીત

|

Oct 18, 2021 | 12:46 AM

બાંગ્લાદેશ (Bangladesh) ને સુપર-12 ના તબક્કામાં પહોંચવા માટે પહેલા રાઉન્ડમાં પોતાના ગ્રુપના ટોચના 2 માં સ્થાન મેળવવાની જરૂર છે. પરંતુ તેની પ્રથમ મેચમાં જ તે નીચલા ક્રમની ટીમ સામે હારી ગયુ છે.

T20 World Cup: પહેલા દિવસે જ સર્જાયો અપસેટ, 6 રનથી બાંગ્લાદેશનો પરાજય, એક જ ખેલાડીના દમ પર સ્કોટલેન્ડે મેળવી જીત
Bangladesh vs Scotland

Follow us on

આઈસીસી T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ના ​​પહેલા જ દિવસે એક મોટો અપસેટ જોવા મળ્યો હતો. પ્રથમ રાઉન્ડની બીજી મેચમાં સ્કોટલેન્ડે (Scotland Cricket Team) પોતાનાથી મજબૂત અને ઉંચી રેંકના બાંગ્લાદેશને 6 રનથી હરાવ્યું હતું. સ્કોટલેન્ડના માત્ર એક ખેલાડી એકલા હાથે બાંગ્લાદેશ (Bangladesh Cricket team) પર ભારે પડ્યો હતો. ક્રિસ ગ્રીવ્સે (Chirs Greaves) પહેલા બેટથી આતશબાજી વાળી રમીને ટીમને મુશ્કેલીમાંથી બહાર નિકાળી હતી. પછી પોતાની સ્પિન વડે બે મોટી વિકેટ લઈને બાંગ્લાદેશની આશાઓને મોટો ઝટકો આપ્યો.

આ જીત સાથે સ્કોટલેન્ડને બે પોઈન્ટ મળ્યા છે અને તે હવે ચાર ટીમોના ગ્રુપમાં ઓમાન પછી બીજા ક્રમે છે. જ્યારે બાંગ્લાદેશ પોઈન્ટ વિના ત્રીજા સ્થાને છે.

રવિવારે 17 ઓક્ટોબરના રોજ ઓમાનના અલ અમેરાતમાં રમાયેલા ગ્રુપ બીની બીજી મેચમાં બાંગ્લાદેશ સ્કોટલેન્ડ તરફથી 141 રનના લક્ષ્યનો પીછો કરી શક્યું ન હતું. બાંગ્લાદેશ 7 વિકેટના નુકસાને 134 રન જ બનાવી શક્યું હતું. 20 ઓવરમાં શરૂઆતમાં આ મેચમાં બાંગ્લાદેશની મજબૂત પકડ હતી. પરંતુ એક વખત ક્રિસ ગ્રીવ્સનું બેટ ચાલવા લાગ્યું ત્યારે બાંગ્લાદેશ ધીમે ધીમે મેચમાંથી બહાર નીકળવા લાગ્યું હતુ. પછી બોલિંગમાં ગ્રીવ્સ અને બ્રાડ વ્હીલે બાંગ્લાદેશને ટીમને મહત્વની વિકેટ મેળવી લક્ષ્ય સુધી પહોંચવા દીધું ન હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

53 રનમાં 6 વિકેટ ગુમાવી હતી

અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા સ્કોટલેન્ડની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ત્રીજી ઓવરમાં ઓપનર અને કેપ્ટન કાયલ કોટ્ઝર ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. આ પછી જ્યોર્જ મન્જી અને મેથ્યુ ક્રોસે 40 રનની ભાગીદારી કરી. ક્રોસની વિકેટ પડવાની સાથે જ પતનની શરૂઆત થઈ ગઇ હતી.

મહેંદી હસન અને શાકિબ અલ હસનની સ્પિન જોડીએ આગામી 4 ઓવરમાં વધુ 4 વિકેટ લીધી. શાકિબે એક જ ઓવરમાં રિચી બેરિંગ્ટન અને માઈકલ લીસ્કની વિકેટ લીધી અને લસિથ મલિંગાને પાછળ રાખીને સૌથી વધુ T20 વિકેટ લેનાર બોલર બન્યો હતો.

ગ્રીવ્સની તોફાની ઇનિંગ્સ રાહત લાવી

માત્ર 11.3 ઓવરમાં 53 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોટલેન્ડની ટીમ માટે 100 રન સુધી પહોંચવું પણ એક મોટો પડકાર હતો. પરંતુ સાતમા નંબરે આવેલા ક્રિસ ગ્રીવ્સે ઝડપી ઇનિંગ રમીને મેચની દિશા બદલી નાખી. ગ્રીવ્સે 8 માં નંબરના બેટ્સમેન માર્ક વોટ સાથે મળીને 34 બોલમાં 51 રનની ઝડપી ભાગીદારી કરી હતી.

વોટ 17 બોલમાં 22 રન (2 ચોગ્ગા) ફટકાર્યા બાદ આઉટ થયો હતો. તો ગ્રીવ્ઝ છેલ્લી ઓવર સુધી અડગ રહ્યો અને માત્ર 28 બોલમાં 45 રન કર્યા હતા. જેના વડે તે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને ટીમને 140 ના સ્કોર સુધી લઈ ગયો હતો.

બોલિંગમાં પણ ગ્રીવ્સ ચમક્યો

નાના પરંતુ પડકારરૂપ લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમને સારી શરૂઆત મળી ન હતી. બંને ઓપનર સૌમ્ય સરકાર (5) અને લિટન દાસ (5) માત્ર 18 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ ટીમના સૌથી અનુભવી બેટ્સમેનોની જોડી ક્રિઝ પર સ્થાયી થઈ. શાકિબ અલ હસન અને મુશફિકુર રહીમે કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. ટીમ માટે મજબૂત ભાગીદારી બનાવી રહ્યા હોય તેવું લાગતું હતું. પરંતુ ત્યારબાદ ટીમને સતત બે આંચકાનો સામનો કરવો પડ્યો હતો.

બેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ગ્રીવ્સે પોતાની સ્પિન નો કમાલ બકાવ્યો હતો અને સતત બે ઓવરમાં શાકિબ (20) અને મુશફિકુર (38) ની વિકેટ લીધી. બસ આટલે થી જ બાંગ્લાદેશી ટીમે પાછા આવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા મળી નહીં. કેપ્ટન મહમુદુલ્લાહે બે સારા શોટ સાથે આશા જગાવી હતી, પરંતુ તે પણ 19 મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો.

બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં 24 રનની જરૂર હતી. સૈફુદ્દીને એક ચોગ્ગો ફટકાર્યો હતો, જ્યારે મેહદી હસને એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ તે પૂરતું નહોતું અને 134 રન બનાવ્યા બાદ ટીમ હારી ગઈ હતી. સ્કોટલેન્ડ માટે બ્રેડ વ્હીલ (3/24) અને ગ્રીવ્સ (2/19) સૌથી સફળ રહ્યા હતા. ગ્રીવ્સને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

 

 

આ પણ વાંચોઃ Yuvraj Singh ની હરિયાણા પોલીસે ધરપકડ કરી, યુઝવેન્દ્ર ચહલને અપમાનજનક શબ્દના મામલે નોંધાઇ હતી FIR

 

આ પણ વાંચોઃ T20 World Cup: પ્રથમ મેચમાં જ કમાલ ! વિશ્વકપમાં જે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જ કરી શક્યા એ કામ ઓમાને કરી દેખાડ્યુ

Published On - 12:38 am, Mon, 18 October 21

Next Article