T20 World Cup: નવા સવા ખેલાડીઓ અને કેપ્ટને પાકિસ્તાનને હરાવીને ભારતને બનાવ્યુ હતુ વિશ્વ ચેમ્પિયન

સપ્ટેમ્બર 2007. ભારતમાં ક્રિકેટ ચાહકો આનંદ અને ઉજવણીમાં ડૂબી ગયા હતા. છ મહિના પહેલા જેમની પર ગાળો વરસી હતી તેમની પર જ હવે પ્રેમ વરસી રહ્યો હતો.

T20 World Cup: નવા સવા ખેલાડીઓ અને કેપ્ટને પાકિસ્તાનને હરાવીને ભારતને બનાવ્યુ હતુ વિશ્વ ચેમ્પિયન
Team India-2007 T20 World Cup
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 9:25 AM

વર્ષ 2007. માર્ચ મહિનો. ભારતના ક્રિકેટ ચાહકો ગુસ્સામાં ડૂબી ગયા હતા અને કેટલાક સંપૂર્ણ નિરાશામાં હતા. જે ટીમમાં રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સૌરવ ગાંગુલી, ઝહિર ખાન, હરભજન સિંહ, મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) જેવા નામ હતા, તે ટીમ ત્રણમાંથી બે મેચ હારી અને વર્લ્ડ કપ (World Cup) પહેલા રાઉન્ડ આઉટ. તેઓ જે મેચ હારી ગયા તે બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી ટીમોની હતી. આ પછી દેશમાં ભારે રોષ હતો. લોકોએ ક્રિકેટરોને ખૂબ ગાળો આપી, આગ લગાવી, સૂત્રોચ્ચાર કર્યા, ઘરો પર પથ્થરમારો પણ જોવા મળ્યો. તે ભારતીય ક્રિકેટના સૌથી ખરાબ દિવસોમાંનો એક હતો.

હવે સમયને છ મહિના આગળ વધારીએ. સપ્ટેમ્બર 2007. ભારતમાં ક્રિકેટ ચાહકો આનંદ અને ઉજવણીમાં ડૂબી ગયા હતા. રસ્તાઓ પર નાચવા ગાતા લોકો જોવા મળી રહ્યા હતા. ખેલાડીઓ પર પૈસાની વર્ષા કરવામાં આવી રહી હતી. છ મહિના પહેલા જેમની પર ગાળો વરસી હતી તેમની પર જ હવે પ્રેમ વરસી રહ્યો હતો. 24 સપ્ટેમ્બર 2007 ના રોજ બનેલી એક ઘટના પછી આ બધું થયું. આ ઇવેન્ટ 2007 ની T20 વર્લ્ડ કપમાં ભારતની જીત હતી. તે પણ પાકિસ્તાન (Pakistan) ને હરાવીને. T20 વર્લ્ડ કપ (T20 World Cup) પ્રથમ વખત યોજાયો હતો. પ્રથમ વખત માંજ ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

નવા સવા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો હતો. ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતના દિગ્ગજો સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રાવિડ અને ઝહીર ખાન આ ટુર્નામેન્ટમાં રમ્યા ન હતા. ધોનીને કેપ્ટન બનાવવા પર ટીમમાં જૂથવાદ અને નારાજગીના અહેવાલો હતા. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં.

એક પછી એક હરીફ ટીમો યુવાનોના ઉત્સાહથી ભરેલી ભારતીય ટીમ સામે ઘૂંટણિયે પડી. મેદાન પર ભારતે આવી રમત બતાવી જાણે વર્ષોથી T20 ક્રિકેટ રમી રહ્યા હોય. સત્ય એ હતું કે, 2007 ના T20 વર્લ્ડ કપ પહેલા ભારતે માત્ર એક T20 મેચ રમી હતી. તે પણ ડિસેમ્બર 2006 માં. ત્યારબાદ 2007 ના વર્લ્ડ કપમાં પ્રથમ મેચ વરસાદથી ધોવાઈ ગઈ હતી. તે પાકિસ્તાન સામે કરો અથવા મરોની ગ્રુપ મેચ હતી. જે એક બોલ આઉટમાં જીતી હતી.

ફાઇનલમાં શું થયું

જ્યારે 24 સપ્ટેમ્બરે ટુર્નામેન્ટ તેની ફાઇનલ મેચમાં પહોંચી. ત્યારે માત્ર ભારત-પાકિસ્તાનની ટીમો આમને સામને હતી. T20 ક્રિકેટ શરૂ કરનાર ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પત્તા કપાઇ ચૂક્યા હતા. એશિયાની બે મજબૂત અને કટ્ટર હરીફ ટીમ સામસામે હતી. અંતિમ પરિણામ પહેલા જ ટુર્નામેન્ટ હિટ રહી હતી. ભારત-પાકિસ્તાનની ફાઇનલમાં પહોંચ્યા બાદ ICC ની લોટરી યોજાઇ હતી. જેમાં તેણે ખૂબ કમાણી કરી હતી.

ફાઇનલમાં ટોસ ધોનીના પક્ષમાં પડ્યો અને ભારતે પ્રથમ બેટિંગ કરી. ધુરંધર ઓપનર વીરેન્દ્ર સહેવાગ ઈજાને કારણે રમ્યો ન હતો. યુસુફ પઠાણે ડેબ્યૂ કર્યું અને પહેલી જ ઓવરમાં તે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને આઉટ થયો. આ ઓવરે બતાવ્યું કે મેચમાં ભારત સંપૂર્ણપણે આક્રમક મૂડમાં હતું.

ગંભીર-રોહિતે ભારતને સંભાળ્યું

પરંતુ ફાઇનલમાં ભારતના મહારથી રમ્યા ન હતા. ઓપનર ગૌતમ ગંભીરે એક છેડો લીધો અને 54 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 75 રન બનાવ્યા. તેણે ભારતની ઇનિંગ્સ સંભાળી અને તેને આગળ ધપાવી હતી. યુવા બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) એ તેને સાથ આપ્યો હતો. આ ખેલાડીએ 16 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 30 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પા (8), યુવરાજ સિંહ (14) અને કેપ્ટન ધોની (6) સાથે સસ્તામાં આઉટ થયા હતા. ભારતે પાંચ વિકેટે 157 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ઉમર ગુલે પાકિસ્તાન માટે 28 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ભારત સામે ધ્વસ્ત

લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનના બેટ્સમેનો ભારતીય બોલિંગ સામે ટકી શક્યા ન હતા. મોહમ્મદ હાફીઝ (1) પ્રથમ ઓવરમાં જ આઉટ થયો હતો. કામરાન અકમલે ત્રીજી ઓવરમાંજ વિકેટ ગુમાવી હતી. અહીં શ્રીસંતનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની જીતનો હીરો હતો. પરંતુ ફાઇનલમાં તેણે પોતાની પહેલી જ ઓવરમાં 21 રન ગુમાવ્યા હતા. પરંતુ ચોથી ઓવર મેઇડન કરી હતી. ફાઇનલમાં તે એકમાત્ર મેઇડન ઓવર હતી.

રસપ્રદ વાત એ છે કે જ્યારે શ્રીસંતે પોતાનો ક્વોટા પૂરો કર્યો ત્યારે, તેના આંકડા 4-1-4-4-1 હતા. મેઇડન ફેંક્યા પછી પણ, તેના બોલમાં ઘણા રન ગયા હતા. 12 મી ઓવરમાં પાકિસ્તાનની છ વિકેટ 77 રનમાં પડી ગઇ હતી. ઈમરાન નઝીર (33), યુનુસ ખાન (24), શોએબ મલિક (8), શાહિદ આફ્રિદી (0) જેવા મજબૂત બેટ્સમેન આઉટ થયા હતા. પરંતુ મિસ્બાહ-ઉલ-હક નામનો નવોદીત ખેલાડી ભારત સામે ટકીને ઉભો રહ્યો હતો. તેણે આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ભારત સામે પણ સારું રમ્યું હતું અને મેચને ટાઈ સુધી લઇ ગયો હતો.

મિસ્બાહે બાજી પલટવા કર્યો પ્રયાસ

મિસબાહે આ વખતે પણ ભારતને પરેશાન કરવા પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનને છેલ્લી પાંચ ઓવરમાં 59 રનની જરૂર હતી અને તેની ચાર વિકેટ બાકી હતી. ત્યાર પછી 24 બોલમાં 53 રનનો આંકડો પહોંચી ગયો અને ત્રણ વિકેટ બાકી રહી. પરંતુ મિસ્બાહે 17 મી ઓવરમાં મેચ ફેરવી નાંખી. હરભજન સિંહના બોલ પર ત્રણ સિક્સર ફટકારી હતી. 18 મી ઓવરમાં સોહેલ તનવીરે આઉટ થયા પહેલા બે સિક્સર ફટકારી હતી. હવે છેલ્લી બે ઓવરમાં 20 રનની જરૂર હતી અને બે વિકેટ બાકી હતી. આરપી સિંહે 19 મી ઓવર કરી હતી. તેણે પ્રથમ પાંચ બોલમાં માત્ર ત્રણ રન આપ્યા હતા અને વિકેટ લીધી હતી. પરંતુ છેલ્લા બોલ પર ચોગ્ગો ગુમાવ્યો હતો. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. હરભજન સિંહ યોગ્ય રીતે બોલ ફેંકી શક્યો નહોતો, તેથી તેણે ના પાડી. હવે ધોની સાથે માત્ર જોગિન્દર શર્મા જ બચ્યો હતો. તેણે બોલ જોગીન્દરને આપ્યો અને કહ્યું કે જે થશે તે જોયુ જશે.

અંતિમ ઓવર સ્ટોરી

પ્રથમ બોલ – વાઇડ. પછી જ્યારે બોલ બરાબર પડ્યો ત્યારે કોઈ રન નોંધાયો નહીં. બીજો બોલ – છગ્ગો !!! બોલ છ રન માટે બોલરના માથા ઉપર ગયો. હવે ચાર બોલમાં માત્ર સાત રનની જરૂર હતી અને મિસ્બાહ સ્ટ્રાઇક પર હતો. ત્રીજો બોલ – આઉટ !!!! મિસ્બાહે શોર્ટ ફાઇન લેગ પર બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ ઉંચો ગયો અને શ્રીસંતે તેને સરળતાથી પકડી લીધો.

ભારતે પ્રથમ T20 વર્લ્ડ કપ પાંચ રનથી જીત્યો હતો. મિસ્બાહ 43 રને આઉટ થયો હતો. નિરાશામાં ડૂબીને તે ક્રિઝ પર ઘૂંટણિયે બેસી ગયો હતો.

આ પણ વાંચોઃ IPL 2021, Purple Cap: ટૂર્નામેન્ટની 34 મેચ બાદ પણ RCB નો હર્ષલ પટેલ સૌથી વધુ વિકેટ મેળવવામાં અવ્વલ

આ પણ વાંચોઃ IPL 2021: ધોની પણ છૂટી ગયો પાછળ, કલકત્તા નાઇટ રાઇડર્સના દિનેશ કાર્તિકે પોતાના નામે કરી લીધો આ રેકોર્ડ, જાણો

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">