T20 World Cup: વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝના અભિમાનને પહેલી મેચમાં જ ઇંગ્લેન્ડે ઉતારી દીધુ, 55 રનમાં જ કેરેબિયન ટીમને સમેટી લઇ 6 વિકેટે જીત

|

Oct 23, 2021 | 10:57 PM

વેસ્ટ ઈન્ડિઝે (West Indies) બે વખત T20 વર્લ્ડ કપ (T20 World Cup)જીત્યો છે. પરંતુ આ વર્લ્ડ કપમાં તેઓ વર્તમાન વિજેતાની જેમ શરૂઆત કરી શક્યા નથી અને ઈંગ્લેન્ડ સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે.

T20 World Cup: વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝના અભિમાનને પહેલી મેચમાં જ ઇંગ્લેન્ડે ઉતારી દીધુ, 55 રનમાં જ કેરેબિયન ટીમને સમેટી લઇ 6 વિકેટે જીત
England vs West Indies, T20 World Cup Match

Follow us on

વર્તમાન વિજેતા વેસ્ટ ઈન્ડિઝ (West Indies) આઈસીસી વર્લ્ડ કપ-2021 માં તેમની અપેક્ષા મુજબની શરૂઆત કરી શક્યું નથી. બે વખતની વિજેતા વેસ્ટ ઇન્ડીઝ શનિવારે સુપર-12 ની પોતાની પ્રથમ મેચમાં જ ખરાબ રીતે ફ્લોપ રહી. કારણ કે ઇંગ્લેન્ડે તેને છ વિકેટે હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડ (England) ની આ પહેલી જીત છે. અગાઉ આ બંને ટીમો T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માં પાંચ વખત સામસામે આવી ચુકી છે અને પાંચ વખત વિન્ડીઝે જીત મેળવી હતી.

આ વખતે, જોકે, કહાની બદલાઈ ગઇ અને વેસ્ટ ઈન્ડિઝના ચાહકો ખરાબ રીતે નિરાશ થયા. ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને ટોસ જીતીને, વેસ્ટ ઈન્ડિઝની તોફાની બેટિંગ લાઈન અપને 14.2 ઓવરમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ સરળ ટાર્ગેટ ODI ફોર્મેટના વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડે 8.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝે બનાવેલો સ્કોર ટી20 વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર છે.

ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. તેણે 2.2 ઓવરમાં માત્ર બે રન આપ્યા અને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડના જેસન રોય અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ચોથી ઓવરના પહેલા બોલ પર રવિ રામપોલે ક્રિસ ગેલના હાથમાં જેસનને કેચ આપીને વિન્ડીઝને પ્રથમ સફળતા અપાવી હતી. જેસને એક સિક્સરની મદદથી 10 બોલમાં 11 રન બનાવ્યા હતા. તેના સ્થાને આવેલા જોની બેયરસ્ટો કુલ 30 ના સ્કોર પર આઉટ થયો હતો. તેણે નવ રન બનાવ્યા હતા. બેયરસ્ટોની ઇનિંગમાં બે ચોગ્ગા સામેલ હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મોઈન અલી એક રન લેવાની ગફલતમાં રન આઉટ થયો હતો અને તેણે ત્રણ રન બનાવ્યા બાદ 36 ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. અલીની વિકેટ અકીલ હુસૈને લીધી હતી. આ જ હુસૈને બીજા ઉત્તમ કેચ સાથે લિયામ લિવિંગસ્ટોનની ઇનિંગનો અંત કર્યો હતો. ત્યારબાદ બટલરે કેપ્ટન ઇયોન મોર્ગન સાથે મળીને ટીમને વિજય તરફ દોરી હતી. બટલર 24 રને અણનમ રહ્યો હતો. તેણે 22 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન સાત રને અણનમ રહ્યો હતો.

 

વિન્ડીઝની ખરાબ શરૂઆત

બીજી ઓવરના ત્રીજા બોલ પર વેસ્ટ ઇન્ડીઝને પણ આંચકો મળ્યો હતો. એવિન લેવિસ (6) એ મોઈન અલીને ક્રિસ વોક્સની બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. આગામી ઓવરમાં લેન્ડલ સિમોન્સ (3) પણ પેવેલિયન પરત ફર્યો હતો. તેને મોઈન અલીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. શિમરોન હેટમાયરે પણ મોટો શોટ મારવાના પ્રયાસમાં મોર્ગનને કેચ આપ્યો હતો. તેણે નવ રન બનાવ્યા હતા. ક્રિસ ગેલનું તોફાન પણ શાંત રહ્યું છે. ચાર વર્ષ બાદ પરત ફરેલ ટીમલ મિલ્સે ગેઇલની ઇનિંગનો અંત લાવી દીધો હતો. તે જોકે 13 રન બનાવવામાં સફળ રહ્યો હતો. તે ટીમનો સર્વોચ્ચ સ્કોરર પણ હતો.

 

આ દિગ્ગજો પણ નિષ્ફળ

તાજેતરમાં, IPL-2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટાઈટલ જીતવામાં મહત્વનો ભાગ ભજવનાર ડ્વેન બ્રાવો માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. તેને જોની બેયરસ્ટોના હાથે ક્રિસ જોર્ડને કેચ આઉટ કરાવ્યો હતો. મિલ્સે નિકલોસ પૂરણને પોતાનો બીજો શિકાર બનાવ્યો. આન્દ્રે રસેલ ખાતું પણ ખોલી શક્યો નહોતો અને રશિદના હાથે બોલ્ડ થયો હતો. કેપ્ટન કિરોન પોલાર્ડ પણ બેજવાબદાર શોટ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને પણ આદિલે આઉટ કર્યો હતો.

પોલાર્ડ માત્ર છ રન જ બનાવી શક્યો હતો. આદિલે ઓબેદ મેકકોયને ખાતું ખોલવા પણ ન દીધું. આદિલે રવિ રામપોલને આઉટ કરીને વિન્ડીઝની ઇનિંગ્સને સસ્તામાં સમેટી લીધી હતી. આદિલ સિવાય મોઈન અલી અને ટીમલ મિલ્સે બે-બે સફળતા મેળવી હતી. ક્રિસ જોર્ડન અને ક્રિસ વોક્સે એક-એક વિકેટ લીધી હતી.

 

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી સામે પણ પાકિસ્તાન ‘લાચાર’, T20 વિશ્વકપ હજુ સુધી એકેય વાર વિકેટ ઝડપવાનો ‘મોકો’ નથી મળ્યો

 

આ પણ વાંચોઃ T20 World Cup: આનુ નામ તે કરમ ની કઠણાઇ ! મજેદાર અંદાજમાં ક્વિન્ટન ડિ કોકની ઉડી ગઇ ‘ગીલ્લી’, જુઓ

 

 

Next Article