IND vs NZ, T20 World Cup, LIVE Streaming: આજે ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકશો મેચ

|

Oct 31, 2021 | 10:08 AM

T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન (Pakistan) સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IND vs NZ, T20 World Cup, LIVE Streaming: આજે ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકશો મેચ
India vs New Zealand

Follow us on

T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં પ્રથમ મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ (Team India) પ્રથમ મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ સંજોગોમાં મેચ જીતવી પડશે. બીજી તરફ ન્યુઝીલેન્ડની પણ આવી જ હાલત છે. તેને પણ પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટમાં પણ તેને પ્રથમ વિજયની રાહ જોવાઈ રહી છે.

વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ દસ વિકેટે અને કેન વિલિયમસનની ટીમ પાંચ વિકેટે હારી ગઈ હતી. પ્રેક્ટિસ સેશન બાદ સાઉથીએ કહ્યું, ‘ભારતીય ટીમ શાનદાર છે અને ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહી છે. હાર બાદ તેઓ પણ જીતવા આતુર હશે. બંને ટીમો વચ્ચે આ એક રસપ્રદ મુકાબલો હશે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટ દરમિયાન ન્યુઝીલેન્ડ પ્રથમ વખત રમશે, જ્યારે આ મેદાન પર પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો.

પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી

પાકિસ્તાન સામેના ખરાબ પ્રદર્શને ટીમની રચના પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પરંતુ એ સમજી શકાય છે કે ન્યૂઝીલેન્ડ સામેની ટીમના કોમ્બિનેશનમાં ધોનીનો અભિપ્રાય ઘણો મહત્વનો રહેશે. મતલબ કે હાર્દિક પંડ્યાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા નથી. પંડ્યાએ બોલિંગ શરૂ કરી દીધી છે કારણ કે તે એ પણ જાણે છે કે તેના વિના હવે તેને ચાલવાનું નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

T20 વર્લ્ડ કપ 2021માં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ક્યારે સામસામે ટકરાશે?

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 31 ઓક્ટોબર (રવિવાર)ના રોજ સામસામે ટકરાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ક્યાં રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

તમે ભારત વિ ન્યુઝીલેન્ડ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું ભારત વિ ન્યુઝીલેન્ડ લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ ઉપરાંત tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

 

આ પણ વાંચોઃ  IND vs NZ: હાર્દિક પંડ્યાને મળશે આજે મોકો! પહેલા વિરાટ કોહલી અને બાદમાં પ્રેકટીશ સેશનમાં મળ્યા સંકેત

આ પણ વાંચોઃ  IND vs NZ, T20 World Cup 2021: ન્યુઝીલેન્ડ સામે આજે આરપારની લડાઇ, ટીમ ઇન્ડીયાએ ICCમાં કિવી સામેનો ઇતિહાસ બદલતી રમત રમવી પડશે

Next Article