IND vs PAK: રોહિત શર્મા પર વિશ્વાસ કરવો મુશ્કેલ! આ રેકોર્ડ પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારશે

|

Jun 09, 2024 | 5:53 PM

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024ની પહેલી જ મેચમાં આયર્લેન્ડ સામે અડધી સદી ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી અને પાકિસ્તાન સામે પણ તેની પાસેથી આવી જ બેટિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે, પરંતુ 2007થી અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રોહિત 100 રન પણ બનાવી શક્યો નથી. એવામાં આજની મેચમાં રોહિત કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની ખાસ નજર રહેશે.

IND vs PAK: રોહિત શર્મા પર વિશ્વાસ કરવો મુશ્કેલ! આ રેકોર્ડ પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારશે
Rohit Sharma

Follow us on

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પર સૌની નજર છે. આ સાથે જ કેટલાક એવા ખેલાડીઓ પર પણ નજર છે, જેઓ મેચને પોતાના દમ પર જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તેમાંથી એક છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા. પરંતુ શું તે કંઈક ખાસ કમાલ કરી શકશે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે પાકિસ્તાન સામે તેમનો રેકોર્ડ સારો નથી. ખાસ કરીને વર્તમાન પાકિસ્તાની બોલરો સામે તે હંમેશા પરેશાન જોવા મળ્યો છે.

રોહિતનો ખરાબ રેકોર્ડ

T20 ક્રિકેટમાં ખાસ કરીને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેના પ્રદર્શનની વાત આવે ત્યારે રોહિતનો રેકોર્ડ ખરાબ છે. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ 6 મેચમાં 5 ઈનિંગ્સ રમી હતી પરંતુ તેમાં તે માત્ર 68 રન જ બનાવી શક્યો હતો. પાકિસ્તાન સામેનો ઓવરઓલ T20 રેકોર્ડ પણ સારો નથી અને 10 ઈનિંગ્સમાં રોહિતના બેટમાંથી માત્ર 114 રન જ આવ્યા છે. વધુમાં આ વર્લ્ડ કપમાં રમી રહેલા પાકિસ્તાની બોલરો સામે રોહિતનો રેકોર્ડ જોઈ રોહિતના ચાહકો ચાહકો ચોક્કસથી ચોંકી જશે.

આ 5 બોલરો સામે રોહિત નિષ્ફળ રહ્યો

નસીમ શાહ સામે રોહિતે 2 ઈનિંગ્સમાં 9 બોલનો સામનો કર્યો અને 13 રન બનાવ્યા. હરિસ રૌફ સામે રોહિત 3 ઈનિંગ્સમાં 13 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો અને બે વખત આઉટ થયો હતો. શાહીન શાહ આફ્રિદીની સામે 2 ઈનિંગ્સમાં 8 બોલમાં માત્ર 4 રન જ બન્યા છે અને તે એક વખત આઉટ થયો છે. રોહિતનો સૌથી ખરાબ રેકોર્ડ મોહમ્મદ આમિર સામે છે, જેના 7 બોલમાં તે માત્ર 1 રન બનાવી શક્યો હતો અને 2 વખત આઉટ થયો હતો. જ્યારે સ્પિનર ​​શાદાબ ખાન સામે રોહિતે 3 બોલમાં માત્ર 1 રન બનાવ્યા છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

હજુ પણ ટીમ ઈન્ડિયાને આશા છે

આ હોવા છતાં, ગયા વર્ષે પાકિસ્તાન સામેના ODI વર્લ્ડ કપમાં રોહિત શર્માએ 80થી વધુ રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આવી સ્થિતિમાં, આશા છે કે આ વખતે પણ તે કંઈક આવું જ બતાવશે. ખાસ કરીને રોહિતે જે રીતે ટૂર્નામેન્ટની જોરદાર શરૂઆત કરી અને આયર્લેન્ડ સામે અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી તે જોઈને લાગી રહ્યું છે કે રોહિત આ વર્લ્ડ કપમાં સારા ફોર્મમાં આવ્યો છે અને રોહિતનો જાદુ ફરી એકવાર મેદાનમાં દેખાશે.

આ પણ વાંચો : IND vs PAK: બાબર આઝમ વિરાટ કોહલીના જૂતાની બરાબરી પર પણ નથી…પાકિસ્તાની કેપ્ટનનું તેના જ દેશના ખેલાડીએ કર્યું અપમાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article