IPLમાં જે ખેલાડી સાથે ખૂબ દુર્વ્યવહાર થતો હતો, જેની સામે તેની જ ટીમના ચાહકો બૂમાબૂમ કરી રહ્યા હતા, તેણે હવે બધાને તાળીઓ પાડવા માટે મજબૂર કરી દીધા છે. અમે વાત કરી રહ્યા છીએ હાર્દિક પંડ્યાની, જેણે T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં બાંગ્લાદેશ સામે કમાલ કરી હતી. એન્ટિગુઆમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ માત્ર 27 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પોતાની ઈનિંગમાં 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. આ ઈનિંગના આધારે ટીમ ઈન્ડિયાએ 196 રનનો જંગી સ્કોર બનાવ્યો, જે એન્ટિગુઆના મેદાન પર સૌથી મોટો T20 સ્કોર પણ છે.
બાંગ્લાદેશ સામે હાર્દિક પંડ્યાની આ ઈનિંગ ઘણી ખાસ છે. કારણ કે એક સમય એવો હતો જ્યારે ટીમ ઈન્ડિયાએ 12મી ઓવર સુધીમાં વિરાટ, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો રન રેટ સારો હતો પરંતુ વિકેટો વહેલા પડી ગયા બાદ ટીમ ઈન્ડિયાને હાર્દિક પાસેથી ખાસ ઈનિંગની આશા હતી અને આ ખેલાડી તેના પર ખરો ઉતર્યો. હાર્દિક પંડ્યાએ શિવમ દુબે સાથે 34 બોલમાં 53 રનની ભાગીદારી કરી હતી. આ પછી પંડ્યાએ પણ અક્ષર પટેલ સાથે 17 બોલમાં 35 રન જોડ્યા હતા. પંડયાએ ઈનિંગની અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારી ફિફ્ટી પણ પૂરી કરી હતી.
A determined half-century from vice-captain Hardik Pandya
He remains unbeaten on 50* off 27 deliveries, including 3 Sixes
Follow The Match ▶️ https://t.co/QZIdeg3h22 #T20WorldCup | #TeamIndia | #INDvBAN | @hardikpandya7 pic.twitter.com/nlN1IMkQYI
— BCCI (@BCCI) June 22, 2024
હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બોલિંગ હોય કે બેટિંગ, આ ખેલાડીએ પોતાની તાકાત બતાવી છે. પંડ્યાએ 3 ઈનિંગ્સમાં 44થી વધુની એવરેજથી 89 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 7 વિકેટ પણ લીધી છે.
આ પણ વાંચો: IND vs BAN: રોહિત શર્મા ફરી નિષ્ફળ, ડાબા હાથના બોલર સામે સતત ચોથી વખત થયો આઉટ
Published On - 10:29 pm, Sat, 22 June 24