
T20 વર્લ્ડ કપની પહેલી આવૃત્તિ વર્ષ 2007 માં રમાઈ હતી અને ભારતે ખિતાબ જેટયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ફક્ત 11 બેટ્સમેન સદી ફટકારી ચૂક્યા છે. નોંધનીય છે કે, આમાંથી ફક્ત એક જ ભારતીય બેટ્સમેન T20 વર્લ્ડ કપમાં સદી ફટકારી શક્યો છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ભારતીય ખેલાડીઓ પણ T20 વર્લ્ડ કપમાં સદી ફટકારી શકયા નથી. આ રેકોર્ડ સુરેશ રૈનાએ મેળવ્યો હતો, જેણે વર્ષ 2010 ના T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી.
વર્ષ 2010 નો T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયો હતો અને તે વર્ષે ધોનીએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સુરેશ રૈના ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. ભારતનો ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો અને ખાતું ખોલી શક્યો ન હતો.
ત્યારબાદ રૈના ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો અને એક શાનદાર ઇનિંગ રમી હતી. રૈનાએ 60 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રૈનાની ઇનિંગને કારણે ભારતે પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. આ પછી, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બેટિંગ કરવા ઉતરી, ત્યારે આખી ટીમ ફક્ત 172 રન બનાવી શકી અને ભારતે 14 રનથી મેચ જીતી લીધી.
જો કે, ત્યારબાદ ઘણા વર્લ્ડ કપ રમાયા છે પરંતુ કોઈ પણ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી. એવામાં ફેન્સને આશા છે કે, આ વખતે જ્યારે વર્લ્ડ કપ યોજાશે, ત્યારે ભારતના કેટલાંક ખેલાડીઓ પણ સદી ફટકારશે.
| Batsmen | Run/Balls | Opposition | Year |
| CH Gayle | 117 (57 Balls) | South Africa | 2007 |
| SK Raina | 101 (60 Balls) | South Africa | 2010 |
| DPMD Jayawardene | 100 (64 Balls) | Zimbabwe | 2010 |
| BB McCullum | 123 (58 Balls) | Bangladesh | 2012 |
| AD Hales | 116* (64 Balls) | Sri Lanka | 2014 |
| Ahmed Shehzad | 111* (62 Balls) | Bangladesh | 2014 |
| Tamim Iqbal | 103* (63 Balls) | Oman | 2016 |
| CH Gayle | 100* (48 Balls) | England | 2016 |
| JC Buttler | 101* (67 Balls) | Sri Lanka | 2021 |
| RR Rossouw | 109 (56 Balls) | Bangladesh | 2022 |
| GD Phillips | 104 (64 Balls) | Sri Lanka | 2022 |