T20 World Cup Final: આ કારણે ક્રિકેટમાં પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારત-પાકિસ્તાન જેવો માહોલ રહેતો હોય છે

|

Nov 14, 2021 | 12:14 PM

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand vs Australia) બંને દેશો વચ્ચે ક્રિકેટ જ નહી પરંતુ હોકી અને રગ્બી મેચોમાં પણ ભારત-પાકિસ્તાન જેવા માહોલ ભરી ટક્કર જોવા મળે છે.

T20 World Cup Final: આ કારણે ક્રિકેટમાં પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારત-પાકિસ્તાન જેવો માહોલ રહેતો હોય છે
New Zealand vs Australia

Follow us on

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં આજે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand vs Australia) વચ્ચે આજે વિશ્વ ચેમ્પિયન બનવાની ટક્કર જામનારી છે. સાંજે મેચમાં હાઇ વોલ્ટેજ સ્થિતી રહેશે એ પણ નિશ્વિત છે. કારણ કે T20 ક્રિકેટ જે વર્તમાનમાં સૌથી વધુ આકર્ષણ ધરાવે છે, તેના બાદશાહ બનવાનો જંગ ખેલાનારો છે. પરંતુ જો બંને દેશો વચ્ચેના રોમાંચને માપવામાં આવે તો, બંને વચ્ચેના સંબંધોને પણ જાણવા જરુરી છે. કારણ કે બંને વચ્ચેની સ્થિતી ભારત-પાકિસ્તાન (India vs Pakistan) જેવી છે. આમ બંને દેશના ક્રિકેટ ચાહકો માત્ર બાદશાહત માટે જ નહી પરંતુ દુશ્મન સામે જીત મેળવવા મક્કમ અપેક્ષા સેવી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશ્વના ગમે તે ખૂણે રમાતી હોય પરંતુ તેનો રોમાંચ વિશ્વભરમાં વર્તાતો હોય છે. કારણ કે બંને વચ્ચેની મેચ દરમ્યાન ટ્રોફી ગૌણ પરંતુ હાર-જીત મહત્વની હોય છે. આવુ જ કંઇક ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ક્રિકેટ ચાહકોમાં પણ વર્તાતુ હોય છે. એમાંય જો જીત સાથે ટ્રોફી મળે એટલે જીતની મજા સોનામાં સુગંધ ભળવા જેવી બની જાય.

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એક જ સમુદ્રના કિનારાઓ પર વસેલા દેશ છે. જોકે ન્યુઝીલેન્ડમાં માનવ વસ્તી ઘણાં મોડા સમય બાદ પહોંચી હતી. બંને દેશ વચ્ચે તસ્માનિયા સાગર આવેલો છે. જેમાં અન્ય દ્વીપો પણ આવેલા છે. બંને દેશો વચ્ચે દોઢેક હજાર કિલોમીટર જેટલુ અંતર આવેલુ છે. બંને વચ્ચેના સાગરન લઇને ઇતિહાસને ટ્રાંસ-તસ્માનના નામ પર જોવામાં આવે છે. અનેક લોકો ન્યુઝીલેન્ડને ઓસ્ટ્રેલિયાનો જ હિસ્સો માને છે. આ બાબત સ્વભાવિક છે કે, ન્યુઝીલેન્ડના નાગરિકોને પસંદ ના જ આવે. જેને લઇને આ બાબત કિવી લોકોના મનમાં ખટકતી રહે છે. આ કારણે જ રમતના મેદાનમાં આકરી ટક્કર અનેક વાર જોવા મળે છે. જે આજે જોવા મળી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

રગ્બી અને હોકી માં પણ આવી જ ટક્કર

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ ઉપરાંત રગ્બીને રમત પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. નેટ બોલ અને હોકી જેવી રમત પણ બંન દેશોમાં પસંદ કરવામાં આવે છે અને ખૂબ રમવામાં આવે છે. આ રમતો દરમ્યાન ખાસ કરીને બંને દેશોની દુશ્મનીને અવાર નવાર જોવામાં આવતી હોય છે અને તેને પસંદ પણ કરવામાં આવે છે. બંને વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં પણ આવી જ ટક્કર જોવા મળતી હોય છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup Final: ઘાયલ ડેવેન કોનવે એ બતાવ્યુ ગજબનુ ઝનૂન, ભાંગેલા હાથે પણ ટિમ સિફર્ટને કરાવ્યો અભ્યાસ, જુઓ Video

આ પણ વાંચોઃ T20 World Cup Final: આજે ફાઇનલમાં વિશ્વભરની નજર ભારતીય ખેલાડી પર પણ રહેશે, ‘લુધીયાણા બોય’ વગાડશે ડંકો

Next Article