T20 WC Breaking : 24 કલાકમાં બદલાઈ ગઈ જિંદગી, સૂર્યકુમાર યાદવના ફોન કોલે આપી વર્લ્ડ કપની તક

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત ભારત માટે યાદગાર રહી, જેમાં મોહમ્મદ સિરાજે યુએસએ સામે શાનદાર પ્રદર્શન કર્યું. માત્ર 24 કલાક પહેલાં ટીમમાં સામેલ થયેલા સિરાજે ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લઈને સૌને ચકિત કરી દીધા. મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં તેણે પોતાના જીવનમાં આવેલા અચાનક ફેરફાર વિશે ભાવુક રીતે વાત કરી.

T20 WC Breaking : 24 કલાકમાં બદલાઈ ગઈ જિંદગી, સૂર્યકુમાર યાદવના ફોન કોલે આપી વર્લ્ડ કપની તક
Siraj
Image Credit source: PTI
| Updated on: Feb 08, 2026 | 6:05 PM

મોહમ્મદ સિરાજને ટુર્નામેન્ટ શરૂ થવાના એક દિવસ પહેલાં જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હર્ષિત રાણાને ઇજા થવાના કારણે તેમને અચાનક તક મળી. સિરાજે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી T20 ક્રિકેટથી દૂર હતા અને તેથી તેમને વિશ્વાસ હતો કે આ વર્લ્ડ કપમાં રમવાની તક નહીં મળે.

સૂર્યકુમાર યાદવનો ફોન

સિરાજે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો હતો ત્યારે સૂર્યકુમાર યાદવનો ફોન આવ્યો. શરૂઆતમાં તેને લાગ્યું કે આ મજાક છે. મોહમ્મદ સિરાજ જણાવ્યું કે, “સૂર્ય ભાઈએ કહ્યું કે તરત તૈયારી કરી લે. મને વિશ્વાસ જ ન થયો. લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે.”

24 કલાકમાં બદલાઈ ગઈ જિંદગી

ફ્લાઇટમાં બેઠા ત્યારે પણ સિરાજને આ બધું સ્વપ્ન જેવું લાગતું હતું. તેણે કહ્યું, “ભગવાને જે લખ્યું છે તે કોઈ બદલી શકતું નથી. હું ન માત્ર ટીમમાં સામેલ થયો, પણ મેચ પણ રમ્યો. આ મારા માટે આશ્ચર્યજનક ક્ષણ હતી.”

વિકેટ ટુ વિકેટ બોલિંગ પર ધ્યાન આપ્યું

મેચ દરમિયાન પોતાની બોલિંગ વિશે બોલતાં સિરાજે કહ્યું કે નવા બોલથી વિકેટ લેવી સરળ નહોતી. તેમણે રણજી ટ્રોફીમાં અપનાવેલી રીત પ્રમાણે વિકેટ ટુ વિકેટ બોલિંગ પર ધ્યાન આપ્યું, જેનો ફાયદો મળ્યો. “વર્લ્ડ કપમાં રમવું દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે અને મેં તે તકનો પુરેપુરો લાભ લેવા પ્રયત્ન કર્યો,” એમ સિરાજે જણાવ્યું.

સિરાજનું દમદાર કમબેક

સિરાજના આ પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટ અને ક્રિકેટ નિષ્ણાતોએ પણ તેની પ્રશંસા કરી. લાંબા સમય બાદ T20 ફોર્મેટમાં તક મળવા છતાં તેમણે આત્મવિશ્વાસ અને શાંતિ સાથે બોલિંગ કરી. દબાણભરી પરિસ્થિતિમાં પોતાની લાઇન અને લેન્થ જાળવી રાખવી તેમની પરિપક્વતાનું ઉત્તમ ઉદાહરણ હતું.

મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી

આ મેચ મોહમ્મદ સિરાજના કરિયરના મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહી છે. અચાનક મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરીને તેમણે સાબિત કરી દીધું કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. આવનારી મેચોમાં પણ સિરાજ પાસેથી આવું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન અપેક્ષિત છે.

T20 WC Breaking : રેલ્વે પ્લેટફોર્મ પર કાર ચલાવવા બદલ ધરપકડ કરાયેલ આ બોલર ટીમ ઈન્ડિયા માટે ખતરો બની ગયો

Published On - 5:51 pm, Sun, 8 February 26