T20 World Cup: ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે!

|

Oct 21, 2021 | 10:13 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે મેચ 24 ઓક્ટોબરે છે. પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમેલી તમામ 5 મેચ હારી છે.

T20 World Cup: ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે!
Pakistan Cricket Team

Follow us on

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)માં ભારત અને પાકિસ્તાન (IND VS PAK) વચ્ચેની મેચ 24 ઓક્ટોબરે યોજાવાની છે. આ મેચ પહેલા પણ નિવેદનોનો સીલસીલો ચાલુ છે. કેટલાક ભારતીય ટીમ (Team India) ને ફેવરિટ કહી રહ્યા છે અને કેટલાક પાકિસ્તાન પર સટ્ટો રમી રહ્યા છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બ્રેડ હોગે (Bradd Hogg) પણ આ મેચ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમનું માનવું છે કે જો પાકિસ્તાન ભારત સામે મેચ હારે તો તે કદાચ સેમીફાઇનલમાં પણ ન પહોંચી શકે. બ્રેડ હોગે ચાર ટીમોના નામ પણ આપ્યા છે, જે તેમના મતે સેમીફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.

બ્રેડ હોગે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દીપ દાસગુપ્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, કે જો પાકિસ્તાની ટીમ તેની પ્રથમ મેચ હારી જશે તો તે સેમીફાઇનલમાં પણ નહીં પહોંચી શકે. બ્રેડ હોગે કહ્યું હતું કે, ‘જો પાકિસ્તાન ભારત સામે મેચ હારે છે, તો તેમને કિવી ટીમનો સામનો કરવો પડશે અને આ મેચ પણ કાંટાની ટક્કર સમાન બનવાની છે.’ હોગે ભારતને સેમીફાઇનલમાં પહોંચવાની આગાહી પણ કરી હતી.

ઓસ્ટ્રેલિયા માટે સેમીફાઇનલમાં પહોંચવું મુશ્કેલ- હોગ

બ્રેડ હોગે પોતાની ટીમ ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલ માટે દાવેદાર માનવાનો ઇનકાર કર્યો હતો. તેમના મતે, વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ પણ સેમીફાઇનલ માટે મોટા દાવેદાર છે. રસપ્રદ વાત એ છે કે, બ્રેડ હોગે પણ પાકિસ્તાનને સેમિફાઇનલનો દાવેદાર ગણાવ્યા છે. પરંતુ માત્ર ભારતને હરાવવાના કિસ્સામાં.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો નબળો છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીત્યું નથી. તેને તમામ પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે સુપર 12 માં તમામ ટીમો 5-5 મેચ રમશે અને બંને ગ્રુપમાં ટોચની 2 ટીમો સેમીફાઈનલમાં પહોંચશે.

વોર્મ-અપ મેચમાં તમારું પ્રદર્શન કેવું રહ્યું?

તમને જણાવી દઈએ કે ભારતે વોર્મ-અપ મેચોમાં સૌથી નક્કર તૈયારી જોઈ છે. તેણે પહેલા ઈંગ્લેન્ડને હરાવ્યું અને પછી ઓસ્ટ્રેલિયાને એકતરફી રીતે હરાવ્યું. બીજી બાજુ, પાકિસ્તાનની ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું પરંતુ તે પછી તેઓ દક્ષિણ આફ્રિકાથી હારી ગયા હતા. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે પણ એક વોર્મ અપ મેચ જીતી અને એક હારી.

 

આ પણ વાંચોઃ IPL: સોમવારે નવી બંને ટીમોના માલિકો થઇ શકે છે જાહેર, ફુટબોલ ક્લબ અને ફોરમ્યૂલા વનના માલિકના નામ રેસમાં

 

આ પણ વાંચોઃ India vs Pakistan: એક સમયે ભારતની જીતનુ ઝનૂન હતુ આ ત્રણ ક્રિકેટરોને, સમયે કરવટ બદલતા પાકિસ્તાનની ટીમનો હિસ્સો બની ગયા!

 

 

Next Article