Breaking news T20 World Cup : અર્શદીપ સિંહની હરકતો પર તિલક વર્માને આવ્યો ગુસ્સો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવા બેટ્સમેન તિલક વર્મા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2026 પહેલા સ્ટાર ભારતીય ખેલાડીઓના વીડિયોએ ફેન્સની ચિંતા વધારી હતી.

Breaking news T20 World Cup : અર્શદીપ સિંહની હરકતો પર તિલક વર્માને આવ્યો ગુસ્સો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
Tilak & Arshdeep
Image Credit source: PTI/X
| Updated on: Feb 05, 2026 | 7:22 PM

T20 વર્લ્ડ કપ 2026 પહેલા, ભારતીય ટીમે એક વોર્મ-અપ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સરળ જીત મેળવી. જોકે, મેચ પછી, ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એક એવી ઘટના બની જે ઝડપથી હેડલાઇન્સમાં આવી. નવી મુંબઈમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ બાદ, ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેમાં યુવા બેટ્સમેન તિલક વર્મા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પર ગુસ્સે થઈ રહ્યો છે.

અર્શદીપના આ કૃત્યથી તિલક વર્મા થયો ગુસ્સે

આ મેચમાં તિલક વર્માએ શાનદાર વાપસી કરી. ઈજામાંથી સ્વસ્થ થયા પછી મેદાન પર પાછા ફરતા તેણે ફક્ત 19 બોલમાં 45 રન ફટકાર્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ મેચ પછી, તિલક, અર્શદીપ સિંહ અને ઇશાન કિશન ડ્રેસિંગ રૂમમાં બોલાચાલી કરી રહ્યા હતા. વીડિયોમાં, તિલક કઇંક ખાતો જોવા મળે છે, જ્યારે અર્શદીપ અચાનક તેના મોબાઇલ ફોન પર તેનું રેકોર્ડિંગ શરૂ કરે છે અને મજાકમાં કોમેન્ટ કરે છે. આનાથી તિલક ગુસ્સે થાય છે અને ગુસ્સામાં અર્શદીપને રેકોર્ડિંગ બંધ કરવાનું કહે છે.

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. કેટલાક ફેન્સે આ ઘટનાને ખેલાડીઓ વચ્ચેનો તણાવ ગણાવ્યો હતો, જ્યારે કેટલાકે ટીમમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ હોવાનું ગણાવ્યું હતું. તિલક, અર્શદીપ અને ઈશાન પહેલાથી જ ગાઢ મિત્રતા ધરાવે છે. અર્શદીપના યુટ્યુબ વ્લોગમાં તિલક સાથે કોમેડી મોમેન્ટ પણ દર્શાવવામાં આવી છે. તેથી, મોટાભાગના લોકો તેને ગંભીર વિવાદને બદલે ટીમના સાથી ખેલાડીઓ વચ્ચે હળવી મજાક માની રહ્યા છે.

ટીમ ઈન્ડિયા ટાઈટલ ડીફેન્ડ કરવા ઉતરશે

2026 નો T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં પોતાના ખિતાબનો બચાવ કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમનું અભિયાન 7 ફેબ્રુઆરીએ યુએસએ સામેની મેચથી શરૂ થશે. ત્યારબાદ તેઓ નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે રમશે.

T20 World Cup 2026 : 300 ખેલાડીઓમાં તેના જેવો કોઈ નથી, જાણો આ 39 વર્ષીય ક્રિકેટર બાકીના કરતા અલગ કેમ છે?

Published On - 7:17 pm, Thu, 5 February 26