
Jasprit Bumrah, T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં જસપ્રીત બુમરાહની પાસે એક ઈતિહાસ રચવાની તક છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચ 5 માર્ચ 2026ના મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ હાઈ વોલ્ટેજ મેચમાં બુમરાહ પાસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500 વિકેટ પુરી કરવાની તક છે. અત્યારસુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 7 ભારતીય બોલર જ આ સફળતા મેળવી શક્યા છે.
હાલમાં જસપ્રીત બુમરાહે ત્રણેય ફોર્મેટમાં સાથે મળી કુલ 499 વિકેટ પોતાને નામ કરી છે. જેમાં ટેસ્ટ ક્રિકેટમાં 52 મેચમાં 99 ઈનિગ્સમાં 234 વિકેટ, વનડેમાં 89 મેચમાં 149 વિકેટ અને ટી20 ઈન્ટરનેશનલમાં 93 મેચમાં 116 વિકેટ સામેલ છે. હવે તેને માત્ર એક વિકેટની જરુર છે. જે આ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આવી શકે છે. જો આ સફળતા મેળવી લે છે તો ભારતીય ક્રિકેટ તે બેટ્સમેનોના લિસ્ટમાં સામેલ થશે. જેમણે ઈન્ટરનેશનલ લેવલ પર 500થી વધારે વિકેટ લીધી હોય.
આ લિસ્ટમાં હાલ અનિલ કુંબલે 956 વિકેટ,રવિ ચંદ્રન અશ્વિન 765, હરભજન સિંહ 717,કપિલ દેવ 687, રવિન્દ્ર જાડેજા 634, ઝહીર ખાન 610 તેમજ જવાગલ શ્રીનાથ 551 સામેલ છે. બુમરાહનું નામ આ લિસ્ટમાં જોડાવવું પાક્કું છે. તેના કરિયરની એક મોટી સફળતા હશે. ખાસ કરીને ફાસ્ટ બોલર તરીકે આ સફળતા ઓછી જોવા મળી શકે છે.
આ સેમિફાઈનલ બંન્ને ટીમો માટે ફાઈનલમાં સ્થાન બનાવવાની છેલ્લી તક છે. ભારતે ટૂર્નામેન્ટમાં એક હાર મેળવી છે. સુપર-8ની છેલ્લી મેચમાં વેસ્ટઈન્ડિઝને 5 વિકેટથી હરાવી ટીમે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી.તે ઈંગ્લેન્ડથી અત્યારસુધી 1 હારનો સામનો કરવો પડ્યો છે. મજબુત પ્રદર્શનની સાથે ફાઈનલની દાવેદારી રજુ કરી રહી છે. આ મોટી મેચમાં ટીમ ઈન્ડિયાને સૌથી વધારે આશા જસપ્રીત બુમરાહ પાસે છે. જે ભારતીય ટીમનો સૌથી વિશ્વાસુ બોલર છે. તેમજ મોટી મેચમાં તેનું પ્રદર્શન યાદગાર રહ્યું છે.