T20 World Cup 2024 : સુપર-8માં ટીમ ઈન્ડિયા આ ટીમો સામે ટકરાશે, જાણો ત્રણેય ટીમો સામે કેવો છે રેકોર્ડ?

|

Jun 17, 2024 | 5:44 PM

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8નું શેડ્યૂલ તૈયાર છે. સુપર-8માં ભારતને 3 ટીમોનો સામનો કરવાનો છે. આ ત્રણેય મેચો 20-24 જૂન વચ્ચે રમાશે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે તે ત્રણ ટીમો સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો છે.

T20 World Cup 2024 : સુપર-8માં ટીમ ઈન્ડિયા આ ટીમો સામે ટકરાશે, જાણો ત્રણેય ટીમો સામે કેવો છે રેકોર્ડ?
Team India

Follow us on

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની સુપર-8 મેચોની લાઈન-અપ તૈયાર થઈ ગઈ છે. મતલબ કે ICC ટૂર્નામેન્ટના આ તબક્કામાં ટીમ ઈન્ડિયા ક્યારે અને કઈ ટીમનો સામનો કરશે તેનું શેડ્યૂલ તૈયાર છે. સુપર-8માં ટીમ ઈન્ડિયા જે ટીમોનો સામનો કરવા જઈ રહી છે તે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં કોઈથી ઓછી નથી. આનો અર્થ એ થયો કે સુપર-8નો પડકાર ભારતીય ટીમ માટે ગ્રુપ સ્ટેજના પડકાર કરતાં વધુ હશે.

ત્રણેય વિરોધી ટીમનો ભારત સામે રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ 20 જૂને T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 સ્ટેજમાં તેની પ્રથમ મેચ રમવાની છે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી ટીમ ઈન્ડિયા સુપર-8માં બીજી મેચ 22 જૂને રમશે. આ મેચ બાંગ્લાદેશ સાથે થશે. ભારતીય ટીમે 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને છેલ્લી સુપર-8 મેચ રમવાની છે. હવે આ ત્રણેય વિરોધીઓ ટીમ ઈન્ડિયા માટે કેટલી મોટી સમસ્યા બની શકે છે તેનો અંદાજ તેમની સામે રમાયેલી અગાઉની મેચોના રેકોર્ડ પરથી લગાવી શકાય છે.

અફઘાનિસ્તાન સામે ભારતનો રેકોર્ડ

સુપર-8 મેચના બહાને ભારત અને અફઘાનિસ્તાન નવમી વખત T20 ક્રિકેટમાં સામ-સામે ટકરાશે. આ પહેલા રમાયેલી 8 મેચમાંથી 6માં ભારતે જીત મેળવી છે. 1 મેચ ટાઈ રહી છે જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે. મતલબ કે અફઘાનિસ્તાનની ટીમ હજુ સુધી ભારત સામે એકપણ T20 મેચ જીતવામાં સફળ રહી નથી.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

ભારતની બીજી મેચ બાંગ્લાદેશ સામે છે. T20 ક્રિકેટમાં બંને ટીમોની આ 14મી મુલાકાત હશે. આ પહેલા રમાયેલી 13 મેચોમાં ભારતે 12 વખત જીત મેળવી છે. જ્યારે 1 મેચ બાંગ્લાદેશના નામે રહી છે. એટલે કે ભારત બાંગ્લાદેશ મુકાબલામાં ટીમ ઈન્ડિયા 12-1થી આગળ છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ

હવે વાત કરીએ સુપર-8માં ભારતની ત્રીજી મેચની, જ્યાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થશે. T20 ક્રિકેટમાં બંને ટીમનો આ 32મો મુલાબલો હશે. આ પહેલા રમાયેલી 31 મેચોમાંથી ભારતે 19 જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 11 મેચ જીતી છે. જ્યારે બંને ટીમો વચ્ચે 1 મેચ અનિર્ણિત રહી છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ શાહીન આફ્રિદી થયો ભાવુક, ચાહકો પાસેથી માંગ્યું સમર્થન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article