T20 World Cup Semi final : એક જ દિવસે રમાશે બે સેમીફાઈનલ મેચ, આવું છે આખું શેડ્યૂલ

|

Jun 25, 2024 | 12:07 PM

ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ માટે તારીખ સમયને લઈ હવે ચાહકોમાં મુંઝવણ જોવા મળી રહી છે.પહેલી સેમીફાઈનલ મેચ 26 જૂનના રોજ રમાશે, તો બીજી સેમીફાઈનલ 27 જૂનના રોજ રમાશે. તો ચાલો સેમીફાઈનલનું આખું શેડ્યૂલ જ જોઈ લો.

T20 World Cup Semi final : એક જ દિવસે રમાશે બે સેમીફાઈનલ મેચ, આવું છે આખું શેડ્યૂલ

Follow us on

T20 World Cup સેમીફાઈનલનું શેડ્યૂલ સામે આવી ચુક્યું છે. તમને જણાવી દઈએ કે ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. તો ગ્રુપ એમાં ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે. બાકીના ગ્રુપનો નિર્ણય ટુંક સમયમાં આવી જશે. હવે સવાલ એ છે કે, પહેલી અને બીજી સેમીફાઈનલ મેચ ભારતીય સમયઅનુસાર ક્યારે અને કેટલા વાગ્યે રમાશે. તારીખ અને સમયને લઈ ચાહકો કન્ફ્યુઝ થયા છે.

પહેલી સેમીફાઈનલ મેચ 26 જૂનના રોજ બીજી સેમિફાઈનલ 27 જૂનના રોજ રમાશે, પરંતુ ભારતીય સમય અનુસાર બંન્ને સેમીફાઈનલ એક જ દિવસે રમાશે.

ભારતીય સમય અનુસાર સેમીફાઈનલનું શેડ્યૂલ

પ્રથમ સેમી-ફાઇનલ – સાઉથ આફ્રિકા અને AFG, 27 જૂન – બ્રાયન લારા સ્ટેડિયમ, તારોબા, ત્રિનિદાદ

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

બીજી સેમીફાઇનલ – ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 27 જૂન, રાત્રે 8 વાગ્યે, પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના

ગ્રુપ એમાં ટોપ પર છે ભારતીય ટીમ

સુપર-8માં ભારતે શાનદાર રમત દેખાડી છે અને પોતાની 3 મેચ જીતી સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ગ્રુપ એમાં ભારતીય ટીમ ટોપ પર સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે.

T20 વર્લ્ડકપ ફાઈનલ 29 જૂનના રોજ રમાશે

T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ 29 જૂનના રોજ રમાશે. ભારતીય સમય અનુસાર રાત્રે 8 કલાકે ચાહકો ફાઈનલ મેચ જોઈ શકશે. જો વરસાદ ટી20 વર્લ્ડકપ 2024ની સેમીફાઈનલની મજા ખરાબ કરે છે તો ફાયદો ભારતને મળશે.

આનું પહેલું કારણ એ છે કે, આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આનો મતલબ કે, 27 જૂનના રોજ મેચ રદ થઈ તો ભારતીય ટીમને ફાયદો મળશે,

ભારતીય ટીમને ફાયદો થશે

તો સુપર-8ના પરિણામના આધારે ફાઇનલિસ્ટ ટીમની પસંદગી કરવામાં આવશે. જો આમ થશે તો સુપર-8માં જે ટીમ વધુ મેચ જીતશે તેને ફાઇનલમાં સ્થાન આપવામાં આવશે. ભારતે સુપર-8માં પોતાની ત્રણેય મેચ જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર બે મેચ જીતી શકી હતી. એટલા માટે ગયાનામાં રમાનારી સેમિફાઇનલ પર હવામાનની અસર થશે તો ઇંગ્લેન્ડને પણ અસર થશે. બીજી તરફ ભારત ફાઇનલમાં પહોંચશે.

આ પણ વાંચો : T20 World Cup 2024: પહેલા ઓસ્ટ્રેલિયાની ધૂળ ચટાવી પછી, રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article