T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલનું તાપમાન હવે વધી ગયું છે. તેને આગળ વધારવાનું કામ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને તેના પછી કુલદીપ યાદવે આપેલા નિવેદનથી થયું છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ પહેલા આ બંને ભારતીય ક્રિકેટરોએ જે કહ્યું તે પછી ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ છે. સેમીફાઈનલ પહેલા રોહિતે જે કહ્યું તે માત્ર ઈંગ્લેન્ડ પુરતું જ સીમિત હતું. પરંતુ, કુલદીપ યાદવ તેનાથી બે ડગલાં આગળ જોવા મળ્યો હતો.
હવે સવાલ એ છે કે રોહિત શર્મા અને કુલદીપ યાદવે આવું કેમ કહ્યું? તો તેના નિવેદનો પર આવતા પહેલા તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવા જઈ રહ્યું છે. આ મેચ ગયાનામાં 27 ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે.
રોહિતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ જ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચને લઈને તેની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલની ટિકિટ બુક કર્યા બાદ જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે, ઈંગ્લેન્ડ સામેની મેચ વિશે તમે શું કહેશો? તેના પર કેપ્ટન રોહિત શર્માએ ખુલ્લેઆમ કહ્યું કે ઈંગ્લેન્ડ સામેની મેચ સારી રહેશે. જોકે, ઈંગ્લેન્ડને સામે જોઈને અમારા માટે કંઈ બદલાશે નહીં. અમારો ઉદ્દેશ્ય એ હશે કે અમે એક ટીમ તરીકે જે કરી શકીએ અને અત્યાર સુધી કરતા આવ્યા છીએ એ જ કરીશું. અમે મેચ જીતવા માંગીએ છીએ.
રોહિત શર્માના આ નિવેદન બાદ સેમીફાઈનલની ઉત્તેજના હજુ વધી રહી હતી ત્યારે કુલદીપ યાદવના નિવેદને એ ઉત્તેજનામાં વધારો કર્યો હતો. કુલદીપ તો રોહિત કરતા પણ બે ડગલાં આગળ નીકળ્યો. તેણે T20 વર્લ્ડ કપ જીતવાની સીધી વાત કરી છે. તેણે સેમીફાઈનલનો પણ ઉલ્લેખ કર્યો નથી. કુલદીપે કહ્યું કે આ વખતે અમે પ્રયાસ કરવા નથી ઈચ્છતા પરંતુ સફળતા મેળવવા ઈચ્છીએ છીએ. અમે ટ્રોફીને ઘરે લાવવાનો પૂરો પ્રયાસ કરીશું.
આ પણ વાંચો: T20 WC: પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરે ટીમ ઈન્ડિયા પર બોલ ટેમ્પરિંગનો ગંભીર આરોપ લગાવ્યો