T20 World Cup 2024 : પાકિસ્તાનની ટીમ માટે ખરાબ સમાચાર, કેનેડાને હરાવીને પણ મોટી મુશ્કેલીમાં મુકાઇ બાબરની ટીમ

|

Jun 12, 2024 | 2:13 PM

પાકિસ્તાનની ટીમ પર ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો મંડરાય રહ્યો છે પરંતુ બાબર આઝમની ટીમે કેનેડાને હરાવી રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હવે ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનની રમત બગાડવા માટે આ વખતે એક નવી જ મુસીબત છે.

T20 World Cup 2024 : પાકિસ્તાનની ટીમ માટે ખરાબ સમાચાર,  કેનેડાને હરાવીને પણ મોટી મુશ્કેલીમાં મુકાઇ બાબરની ટીમ

Follow us on

ટી20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ટીમ ખુબ સંધર્ષ કરી રહી છે. અમેરિકા અને ભારત સામે હાર મળ્યા બાદ પાકિસ્તાનને સુપર-8માં ક્વોલિપાય થવા માટે બચેલી તમામ મેચ જીતવી પડશે. જેમાંથી એક મેચ કેનેડા સામેની છે. જેમાં જીત મેળવી શકે છે આ મેચથી પાકિસ્તાનની ટીમને થોડી આશા પણ જાગશે.

આગામી મેચ આયરલેન્ડ વિરુદ્ધ ફ્લોરિડામાં છે પરંતુ આ પહેલા ટીમ ફરી એક વખત મુસીબતમાં મુકાઇ છે. પાકિસ્તાનની ટીમને પહેલા અમેરિકાએ મુશ્કેલીમાં મુકી હતી પરંતુ હવે આગળ વધવા માટે બાબરની ટીમ પર તેને નિર્ભર રહેવું પડશે. આ વખતે તેની મુસીબત અમેરિકા નથી પરંતુ વરસાદ છે.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

 

આગામી મેચ વરસાદના કારણે રદ

પાકિસ્તાનની ટીમ હાલમાં ટૂર્નામેન્ટમાં આગળ વધવા માટે પોતાની જીત સિવાય અમેરિકાની હાર પર નિર્ભર છે. કેનેડાને હરાવી છે હવે પાકિસ્તાનની આગામી મેચ ફ્લોરિડાના લોડરહિલ આયરલેન્ડ વિરુદ્ધ છે. આ મેચ પહેલા એક ખરાબ સમાચાર પાકિસ્તાન માટે આવ્યા છે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું કે, તેની આગામી મેચ વરસાદના કારણે રદ્દ થઈ શકે છે કારણ કે, ફ્લોરિડામાં આગામી એક અઠવાડિયા સુધી વરસાદની શક્યતા છે. આનું એક ઉદાહરણ 12 જૂન શ્રીલંકા અને નેપાળની મેચમાં જોઈ શકાય છે. વરસાદના કારણે આ મેચ રદ્દ કરવી પડી હતી અને હવે શ્રીલંકાની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ચુકી છે.

પાકિસ્તાન માટે ખરાબ સમાચાર

પાકિસ્તાન અને આયરલેન્ડની મેચમાં 91 ટકા વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે, વરસાદ વિઘ્ન નક્કી છે. જો વરસાદ આવશે તો બંન્ને ટીમ વચ્ચે એક એક અંક વેંહચવામાં આવશે. જેનાથી પાકિસ્તાનની પાસે 3 અંક થઈ જશે, જ્યારે અમેરિકા અને ભારત પહેલાથી જ 4 અંક સાથે ગ્રુપ એમાં નંબર વન અને બીજા સ્થાને છે. આનાથી સ્પષ્ટ થશે કે, પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ થશે તો બહાર થશે.

બીજી બાજુ અમેરિકા પોતાની બંન્ને મેચમાં હાર મળવા છતા સરળતાથી ટીમ ઈન્ડિયાની સાથે સુપર-8માં પહોંચી જશે. પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા અમેરિકાને 2 મેચ રમવાની છે. જો એક મેચ પણ જીતી લે છે પાકિસ્તાનનું બહાર જવું નક્કી છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : પાકિસ્તાન ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે પ્રાર્થના કરશે, જાણો શું છે કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article