AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: ભારતીય યુવા સ્ટાર સહિત આ 5 બોલરો ટી20 વિશ્વકપમાં મચાવી શકે છે તરખાટ

22 ઓક્ટોબરથી સુપર-12 મેચોની શરુઆત થનારી છે. ટી20 વિશ્વકપ (T20 World Cup 2022) માં આ 5 બોલરો પોતાનો દમ બતાવી હરીફ ટીમોને પરેશાન કરી શકે છે. ભારતીય ટીમ (Team India) નો યુવા બોલર પણ તે યાદીમાં સામેલ છે.

T20 World Cup 2022: ભારતીય યુવા સ્ટાર સહિત આ 5 બોલરો ટી20 વિશ્વકપમાં મચાવી શકે છે તરખાટ
Arshdeep Singh પણ સૌની નજરમાં રહેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 10:41 AM
Share

ઓસ્ટ્રેલિયામાં આયોજીત ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) ના આતુરતાનો અંત જવા થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી20 વિશ્વકપમાં 16 ટીમો હિસ્સો લઈ રહી છે. પરંતુ ભારતીય જ નહીં દુનિયાભરના ક્રિકેટ ચાહકોને તેનો અસલી રંગ માણવાની મજા 23મી ઓક્ટોબરથી આવશે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે આ દિવસે ટક્કર થનારી છે. 22 ઓક્ટોબરથી સુપર-12 મેચોની શરુઆત થનારી છે. ટી20 વિશ્વકપમાં આ 5 બોલરો પોતાનો દમ બતાવી હરીફ ટીમોને પરેશાન કરી શકે છે. ભારતીય ટીમનો યુવા બોલર પણ તેમાંથી બાકાત નથી. અર્શદીપ સિંહ (Arshdeep Singh) ને પણ પ્રભાવશાળી બોલીંગ કરનારા ટોપ ફાઈવ બોલરની યાદીમાં જોવામાં આવે છે.

માત્ર બેટ્સમેનો જ નહીં પરંતુ બોલરો પર પણ ખૂબ નજર રહેતી હોય છે. ક્રિકેટ ચાહકો બોલીંગમાં પણ પાસા પલટતા બોલને જેવાની જબરદસ્ત મજા માણતા હોય છે. ખતરનાક બોલ કે પછી બોલરની ચાલાકીથી બેટ્સમેનને પેવેલિયનની વાટ પકડાવતી પળને જોવાનો ચાહકો અલગ જ આનંદ માણતા હોય છે. ઓસ્ટ્રેલિયાની પિચો જોતા ટી20 વિશ્વકપમાં બોલરોની ભૂમિકા પણ ખાસ રહેવાની છે. જેમાં અનેક જાણ્યા અજાણ્યા બોલરો હિસ્સો લેશે, પરંતુ જાણિતા જ નહીં પરંતુ યુવા સ્ટાર પણ બોલીંગ વડે પ્રભાવિત કરે તેવી સંભાવના પૂરી છે. જેમની પર ફેન્સની નજર પર સતત રહેશે. એવા જ પાંચ બોલરો પર નજર કરીએ

આ પાંચ બોલરો કે જેમની પર રહેશે સૌ કોઈની નજર

  1. ટ્રેન્ટ બોલ્ટઃ આ એજ બોલર છે, જે ગત વિશ્વકપમાં ન્યુઝીલેન્ડની ટીમને ફાઈનલ સુધી સફર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યો હતો. ગત સિઝનમાં તેણે સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી. બોલ્ટ બોલને બંને તરફથી ઝડપી ગતિમાં સ્વિંગ કરાવવાની કાબેલિયત ધરાવે છે. નવા બોલથી તે તરખાટ મચાવી શકે છે, આગામી ટી20 વિશ્વકપમાં તે ટિમ સાઉથી સાથે મળીને ન્યુઝીલેન્ડ માટે પેસ એટેક કરશે.
  2. રીસ ટોપ્લીઃ ભારત અને પાકિસ્તાન સામે નજીકના સમયમાં જ શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટોપ્લી પાસે પણ બોલીંગ કરવાને લઈ ખાસ કળા છે, તે બોલને બંને તરફથી ટર્ન કરાવી શકે છે. તે સચોટ લાઈન લેન્થને કારણે હરીફ ટીમ માટે મુશ્કેલ બોલર તરીકે ઉતરે છે. તે ઈંગ્લેન્ડની ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વિકેટ ઝડપી છે.
  3. એડમ ઝમ્પાઃ ઓસ્ટ્રેલિયાની ટીમનો મહત્વનુ હથીયાર છે આ બોલર. આ લેગ સ્પિનર ઘર આંગણે ટી20 વિશ્વકપમાં પૂરો દમ દેખાડી દેવા માટે આતુર હશે એ સ્વાભાવિક છે. તે આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 77 શિકાર કરવાનો અનુભવ ધરાવે છે. તે 21.87 ની સરેરાશ ધરાવે છે. તેને એક ચાલાક બોલર માનવામાં આવે છે, તે શિકાર કરવામાં ખૂબ ચાલાકીનો ઉપયોગ કર છે. ગુગલીનુ હથીયાર પણ બખૂબી ઉપયોગ કરી જાણે છે. તે મધ્ય ઓવરોમાં જવાબદારી નિભાવે છે.
  4. હારિસ રઉફઃ પાકિસ્તાનની ટીમનો મહત્વનો ઝડપી બોલર છે. રઉફ ડેથ ઓવરોમાં યોર્કર બોલ વડે પરેશાની સર્જવામાં જાણિતો છે. શોર્ટ પિચ બોલ ડિલિવરી વડે બેટ્સમેનોમાં ડર પેદા કરવામાં
  5. અર્શદીપ સિંહઃ ભારતીય યુવા સ્ટાર બોલર હાલમાં જ ખૂબ પ્રભાવિત કરી ચૂક્યો છે. તેની પર સૌ કોઈની નજર હશે. આ યુવા બોલર પાસે માત્ર 13 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોનો જ અનુભવ છે. જેમાં તેણે 19.78ની સરેરાશ થી 19 વિકેટ ઝડપી છે. અર્શદીપ પર ટી20 વિશ્વકપનો હિસ્સો હોવાના આનંદ સાથે મહત્વની મેચોનુ દબાણ પણ રહેશે. આવા સમયમાં તેણે તેની કાબેલિયત પૂરવાર કરવાની છે. તેની પાસે નવા બોલને સ્વિંગ કરાવવાની આવડત છે, સાથે જ તે ડેથ ઓવર્સમાં તે ગજબની યોર્કર બોલ કરીને બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દે છે.
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">